સેવા અને કરુણાની
મૂર્તિ ‘મધર ટેરેસા’
મધર ટેરેસા ભારતીય ન હોવા છતાં આજીવન સવાયા
ભારતીય તરીકે ભારતમાં રહીને ગરીબો અને પીડિતોની સેવામાં જીવન વ્યતીત કરનાર સેવા
અને કરુણાની મૂર્તિ છે. તેમનો જન્મ ૨૬ ઓગસ્ટ, ૧૯૧૦ના રોજ રિપબ્લિક ઓફ મેસેડોનિયમાં થયો હતો.
તેમનું પૂરું નામ ‘એગ્નેસ ગોન્ક્સા
બોજાક્સુ’ હતું. પરંતુ
તેમણે ૧૯૩૧માં ધાર્મિક શપથ લીધા પછી સંત થેરેસ લિસીઅક્સના નામ પરથી ટેરેસા નામ
પસંદ કર્યું હતું. ૧૯૫૦માં તેમણે ભારતના કોલકતામાં ઠેકઠેકાણે ચેરિટી મિશનરિઝની
સ્થાપના કરી હતી. સળંગ ૪૫ વર્ષ સુધી તેમણે ગરીબ,માંદા,અનાથ અને મરણપથારીએ પડેલા લોકોની સેવા કરી અને
સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચેરિટી મિશનરીઝના વિસ્તરણ
માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.
૧૯૭૦ના દાયકા સુધીમાં તો માનવતાવાદી અને ગરીબ અસહાયોના વકીલ
તરીકે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી પામી ચુક્યા હતાં. ૧૯૭૯માં તેમને શાંતિ
માટેનું નોબેલ પ્રાઈઝ મળ્યું અને તેમના માનવતા અને લોકોપકારી કાર્યો માટે ૧૯૮૦માં
તેમને ભારતના સર્વોચ્ચ બહુનામ ભારત રત્ન દ્વારા નવાજવામાં આવ્યાં હતાં. તેમનાં
મૃત્યુ સમયે ૧૨૩ દેશોમાં આવા ૬૧૦ મિશન ચાલતાં હતાં.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia