Republic Day - 2019

25 December 2018

ખરતા તારા


ખરતા તારા શું છે ?

     આપણે સૌ બાળપણથી લઈને આજ સુધી કેટલીય વખત આ ખરતા તારા જોયેલા હશે. પરંતુ આ ખરતા તારા વાસ્તવમાં તારા હોય છે નહીં અને તે ખરે કેમ છે?  એ આપણે કદાચ નહીં સાંભળેલ હોય.
            રાતના સમયે આકશમાં નજર નાંખતા ક્યારેક એક બાજુથી બીજી બાજુ એક લિસોટા જેવું દ્રશ્ય નજર આવે છે. સામાન્ય રીતે આપણે તેને ખરતો તારો કહેતા હોઈએ છીએ. હકીકતમાં એ તારા હોતા નથી, પંરતુ તે નાના નાના આકાશીય પિંડ હોય છે. આ પદાર્થ વાયુમંડળમાં ભસ્મીભૂત ન થતાં ક્યારેક જમીન સુધી પહોંચી આવે છે. તેને ઉલ્કાપિંડ કહેવાય છે. આ પિંડ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે અંત્યત વેગથી પૃથ્વી તરફ ઘસી આવે છે. ત્યારે વાતાવરણના ઘર્ષણના કારણે પોતાનાં પતન માર્ગનો પ્રકાશિત પથ એટલે કે લિસોટા જેવું દર્શાવે છે. જેને આપણી ભાષામાં ખરતા તારાકહેવામાં આવે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia