Republic Day - 2019

25 December 2018

ધુમ્મસ

ધુમ્મસ કઈ રીતે રચાય છે?


       સામાન્ય રીતે જોઈએ તો, ધુમ્મસ એટલે શિયાળાની વહેલી સવારે જોવા મળતું ધૂંધળું વાતાવરણ. ધુમ્મસ ક્યારેક એટલું ઘટ્ટ હોય છે કે દસ ફૂટના અંતરની વસ્તુ પણ જોવામાં મુશ્કેલી પડતી હોય છે. અને વાદળની વચ્ચે ઉભા હોઈ એવો આભાસ થાય છે. ધુમ્મસના કારણે દૈનિક વાહન વ્યવહારમાં ભારે વિટંબણાઓ સર્જાય છે.
     ખુલ્લી હવામાં પાણીનું સતત બાષ્પીભવન થતું હોય છે. પાણીના રેણુઓ વરાળ બનીને હવામાં ભળતાં હોય છે,  જેનું પ્રમાણ ઉષ્ણતામાન અને હવામાં રહેલા ભેજ પર આધાર રાખે છે. રાત્રી દરમ્યાન ઉષ્ણતામાન નીચું જવાને કારણે આ પ્રક્રિયા મંદ પડે છે અને હવામાં પાણીના ઝીણાં ફોરાં એકત્રિત થાય છે, જે સવારે વાતાવરણને ધુંધળું બનાવે છે. આને ધુમ્મસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સૂર્યોદય થયા પછી તાપમાનમાં વધારો થતાં વાતાવરણમાં રહેલું પાણી બાષ્પીભવન થઈ ઉડી જાય છે અને વાતાવરણ ફરી સ્વચ્છ બને છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia