Republic Day - 2019

25 December 2018

માર્ક ઝુકરબર્ગ


ફેસબુક સહસ્થાપક માર્ક ઝુકરબર્ગ


      માર્ક ઇલિયટ ઝુકરબર્ગ એક અમેરિકન ઉદ્યોગસાહસિક અને જાણીતા સોશિઅલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સહસ્થાપક તરીકે જાણીતા છે. ઝુકરબર્ગ હાર્વર્ડમાં અભ્યાસ કરતા સહવિદ્યાર્થીઓ સાથે મળીને ફેસબુકની સ્થાપના કરી. તેઓ ૨૦૧૫માં ૪૫ અબજ ૪૦ કરોડ ડોલરની વ્યક્તિગત સંપત્તિ સાથે હાલમાં અમેરિકાના ૭માં અબજોપતિ છે.
     ઝુકરબર્ગ ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ તેના હાર્વર્ડ ડોર્મ રૂમમાંથી ફેસબુકની રજૂઆત કરી હતી ફેસબુકનો વિચાર તેમના ફિલીપ્સ એક્ઝેટર એકેડેમી ખાતેના દિવસોમાંથી આવ્યો છે, જેમાં મોટા ભાગની કોલેજો અને સ્કૂલોની જેમ બધા જ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય કર્મચારીઓની તસવીરો સાથેની એક વાર્ષિક ડિરેક્ટરી બહાર પાડવાની જૂની અને લાંબી પરંપરા હતી, જે ફેસબુકતરીકે જાણીતી હતી. એકવાર કોલેજમાં ઝુકેરબર્ગની ફેસબુકનો ફક્ત હાર્વર્ડ પુરતો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો જ્યાં સુધી તેમણે ફેસબુકને અન્ય શાળાઓ સુધી વિસ્તારવાનો નિર્ણય લીધો નહોતો. ત્યારબાદ ૨૪ મેં ૨૦૦૭ના રોજ, ઝુકરબર્ગ ફેસબુક પ્લેટફોર્મની જાહેરાત કરી, જે ફેસબુકમાં સોશિયલ એપ્લીકેશન્સની રચના માટેના પોગ્રામિંગ માટે વિકસીત પ્લેટફોર્મ છે. આજે સમગ્ર વિશ્વમાં ફેસબુક પ્લેટફોર્મ માટે એપ્લીકેશન્સ બનાવતા ૮,૦૦,૦૦૦થી વધારે ડેવલોપરો છે. ૨૩ જુલાઈ ૨૦૦૮ના રોજ, ઝુકરબર્ગ વપરાશકર્તાઓ માટે ફેસબુક પ્લેટફોર્મના સંસ્કરણ, ફેસબુક કનેક્ટની જાહેરાત કરી.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia