દરિયાનું પાણી
ખારું કેમ હોય છે ?
દરિયાના પાણીની મુખ્ય વિશેષતા એ છે કે
તે ખારું છે. દરિયાના આ પાણીમાં સોડીયમ ક્લોરાફાઇડના પ્રમાણના કારણે તે ખારું હોય
છે. આ ઉપરાંત દરિયાના પાણીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ જેવાં રાસાયણિક તત્વ હોય છે.
સમુદ્રના પાણીમાંથી જે વરાળ નીકળે છે, તે હવામાં પ્રવેશીને વાદળો બંધાય છે. અને આ
વાદળ જમીન વિસ્તારોમાં જઈને વર્ષા રૂપે વર્ષે છે. તે વરસતી વખતે તેનો સપર્ક હવામાં
ઉપલબ્ધ કાર્બન ડાયોક્સાઈડ,
સલ્ફર ડાયોક્સાઈડ, નાઈટ્રોજન
ઓક્સાઈડ વગેરે જેવા ગેસોથી થાય છે. આ ગેસ પાણીમાં ઓગળી જાય છે. આ પાણી નદી અને
ઝરણા રૂપે દરિયા કે સાગરને મળતું હોય છે. આ રીતે દરિયાને મળતી આવી અસંખ્ય નદીઓ જે
જમીન ઉપરનો ક્ષાર ઘસડી લાવીને દરિયામાં ઠાલવે છે. અને સૂર્યની ગરમીથી દરિયાના
પાણીનું બાષ્પીભવન થાય છે. આ રીતે સમગ્ર ચક્ર ચાલ્યા કરે છે. આથી દરિયાના પાણીની
ખારાશમાં વધારો થતો રહે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia