આજથી કેટલાંક વર્ષો
પહેલાં દિલ્લી પોતાનાં લાલ કિલ્લા અને ઇન્ડિયા ગેટ જેવી જગ્યાઓ માટે જાણીતું હતું.
પરંતુ આજે દિલ્લી અક્ષરધામ મંદિર માટે પણ પ્રખ્યાત બન્યું છે. જ્યારથી આ મંદિર
બન્યું છે ત્યારથી જ તે દેશ-વિદેશનાં લોકોને પોતાનું દીવાનું બનાવી દીધું છે.
ઘણાંબધાં લોકોએ આ મંદિરની ખૂબસૂરતી જોઈ હશે પરંતુ ભાગ્યે જ કોઈ આ મંદિર પાછળની
સ્ટોરી જાણતું હશે.
100 એકરની જમીનમાં ફેલાયેલાં આ મંદિર બનાવવાનો
ખ્યાલ સૌપ્રથમ યોગીજી મહારાજને આવેલો. તેમણે 1968માં પહેલી વાર વિચાર્યું હતું કે યમુના કિનારે
એક મોટું મંદિર હોય અને આ મંદિરની પ્લાનિંગ આગળ વધારવામાં આવી. મંદિર બનવામાં
થોડીઘણી પ્રગતિ થઇ ત્યાં જ યોગીજી મહારાજનું નિધન થઈ ગયું. પરંતુ તેમનાં આ ખ્યાલનો
દીવો બુઝાયો નહીં અને યોજના આગળ ચાલતી ગઈ.
આ પછી યોગીજી મહારાજનાં
વારિસ પ્રમુખ સ્વામી મહારાજે 1971માં યોગીજીનું સપનું ફરી શરૂ કર્યું અને પોતાનાં શિષ્યોને
દિલ્લીમાં ક્યાં મંદિર બની શકે છે તે જોવા મોકલ્યાં. અને છેલ્લે તેમને યમુના નદી
પાસેનો વિસ્તાર પસંદ આવ્યો. આમ 8 નવેમ્બર 2000નાં આ મંદિર બનાવવા માટેનું કાર્ય શરુ થઈ ગયું.
આ મંદિરની શરૂઆત 6 નવેમ્બર 2005નાં ભારતનાં
પૂર્વ રાષ્ટ્રપતિનાં હાથે થઈ. આ અદભુત મંદિરને જોવા પહેલે જ દિવસે લગભગ 25,000 મહેમાનો આવ્યા.
આ મંદિરની અંદર સંપૂર્ણ ભારતની પ્રસિદ્ધ વાસ્તુકલાઓ છે. અને અહીં સ્થાપિત ભગવાનની
મૂર્તિઓ પણ એકદમ સજીવ પ્રતીત થાય છે.
અક્ષરધામમાં લગભગ 234 સજાવેલા થાંભલાઓ
20,000 જેટલી મૂર્તિઓ
પણ છે. તેમની અંદર 148 તો અસલી હાથી
જેટલી મોટી મૂર્તિઓ પણ છે. આ મંદિરની સાચી ઓળખાણ તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની
છે કારણ કે તેમને જ આ મંદિર સમર્પિત છે. રામ-સીતા, શિવ-પાર્વતી અને લક્ષ્મીનારાયણ આ બધાની પણ સજીવ
મૂર્તિઓ સ્થાપિત છે. અને આ મૂર્તિઓમાંથી મોટાભાગની પાંચ ધાતુઓની બનેલી છે કારણ કે
હિંદુ ધર્માનુસાર તે શુભ માનવામાં આવે છે.
અક્ષરધામ પોતાનાં પહેલાં
જ દિવસથી એક મોટું ટુરિસ્ટ પ્લેસ બની ચુક્યું છે. રોજ મોટી સંખ્યામાં લોકો આ
મંદિરને જોવા માટે આવે છે. દિલ્લી આવનાર 70 ટુરિસ્ટ તો અક્ષરધામમાં એક ચક્કર જરૂર લગાવે
છે. અહીં આવવાં અને ફરવા માટે કોઈ જ પૈસા નથી લાગતાં. કેવળ એગ્જિબિશન અને વોટર
શોનાં જ અહીં તમને પૈસા આપવા પડે છે.
અહીં સૌથી મોટું આકર્ષણ
છે 'મ્યુજિકલ
ફાઉન્ટેન'. દરરોજ સાંજે સૂરજ
ઢળ્યા બાદ આ શરૂ થઈ જાય છે. આ પ્રોગ્રામ 6થી 7 વચ્ચેનો હોય છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : gujaratsamachar