Republic Day - 2019

25 December 2018

વીર સાવરકર




વીર સાવરકર દુનિયાનાં એકલાં એવાં સ્વાતંત્ર્ય યોદ્ધા હતાં કે જેમને બે-બે આજીવન કારાવાસની સજા મળી, સજાને પૂરી કરીને ફરીથી રાષ્ટ્ર જીવનમાં સક્રિય થઈ ગયાં.

તે વિશ્વનાં પહેલાં એવાં લેખક હતાં કે જેમની કૃતિ ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતાના બે-બે દેશોએ પ્રકાશનથી પહેલાં જ પ્રતિબંધિત કરી દીધી.

તે પહેલાં એવાં ભારતીય રાજનીતિજ્ઞ હતાં જે સર્વપ્રથમ વિદેશી વસ્ત્રોની હોળી કરી હતી.

તે પહેલાં સ્નાતક હતાં જેમની સ્નાતક ઉપાધિને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવાના કારણે અંગ્રેજ સરકારે વાપસ લઈ લીધો.

તે એવાં પહેલાં ભારતીય વિદ્યાર્થી હતાં, જે ઇંગ્લેન્ડના રાજા પ્રત્યે વફાદારીની શપથ લેવાની મનાઈ કરી દીધી. ફળસ્વરૂપે તેમને વકીલાત કરવાં રોકાવી દીધાં.

વીર સાવરકરે રાષ્ટ્રધ્વજ તિરંગાની વચ્ચે ધર્મચક્ર લગાવાનો સુઝાવ સર્વપ્રથમ આપ્યો, જેમને રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે માન્યો.

તેમણે સૌથી પહેલાં પૂર્ણ સ્વતંત્રતાને ભારતના સ્વતંત્રતા આંદોલનનું લક્ષ્ય ઘોષિત કર્યું.

તે એવાં પ્રથમ રાજનૈતિક બંદી હતાં કે જેમને વિદેશી ભૂમિ પર બંદી બનાવવાના કારણે હેગનાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં મામલો પહોચ્યો.

તે પહેલાં ક્રાંતિકારી હતાં જેમણે રાષ્ટ્રનાં સર્વાગીણ વિકાસનું ચિંતન કર્યું તથા બંદી જીવન સમાપ્ત થતાં જ અસ્પુશ્યતા વગેરે કુરીતિઓ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું.

દુનિયાનાં એવાં પહેલાં કવિ હતાં જેમણે અંદામાનના એકાંત કારાવાસમાં જેલની દીવાલ પર કિલ અને કોયલાથી કવિતા લખી અને પછી તેમને યાદ કરી. આ પ્રકારે યાદ કરેલ દસ હજાર પંક્તિઓને તે જેલથી છૂટ્યા બાદ ફરી લખી.
ચિત્ર અને માહિતી સૌજન્ય : gujaratsamachar