Republic Day - 2019

25 December 2018

આઝાદીમાં જન્મયો છું અને છેલ્લા શ્વાસ સુધી આઝાદ જ રહીશ




૨૩ જુલાઈ ૧૯૦૬ના જન્મેલ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં સેનાનીનાં અગ્રણી ચંદ્રશેખર આઝાદનું બાળપણથી જ અંગ્રેજોનાં અત્યાચાર જોઈ મન સળગી ઉઠતું. કિશોરાવસ્થામાં તે ભાગીને પોતાની ફઈ પાસે બનારસ આવીને સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણવા લાગ્યાં.

બનારસમાં પહેલી વાર વિદેશી સામાન વેચતી દુકાન સામે ધરના દેતા પકડાઈ ગયા. થાણામાં પુછતાછમાં પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને ઘરનું સરનામું જેલખાનું બતાવ્યું ત્યારથી જ તેમનું નામ આઝાદપ્રચલિત થઇ ગયું. આગળ ચાલીને તે સશસ્ત્ર ક્રાંતિનાં માધ્યમથી દેશને આઝાદ કરાવનાર યુવકોનું દળ બનાવી લીધું.

આઝાદ અને તેનાં સહયોગીએ ૯ ઓગસ્ટ ૧૯૨૫નાં લખનઉથી સહારનપુર જવાવાળી રેલ કાકોરી સ્ટેશન પાસે રોકી સરકારી ખજાનો લુટી લીધો. આ અંગ્રેજ શાસનને ખુલ્લી ચુનોતી હતી પરંતુ આઝાદને પકડવું એટલું આસાન ન હતું.

૧૭ ડિસેમ્બર ૧૯૨૮નાં તેમની પ્રેરણાથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે લાહોરમાં પુલિસ અધિક્ષક કાર્યાલયની ઠીક સામે સાંડર્સને યમલોક પહોચાડી દીધો. થોડા સમયબાદ ક્રાંતિકારીઓ લાહોર વિધાનભવનમાં બોમ ફેક્યો છતાંય તેમનો ઉદ્દેશ કોઈને નુકશાન પહોચાડવાનો ન હતો. બોમ ફેકી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે આત્મસમર્પણ કરી દીધું. બીજી તરફ અનેક ક્રાંતિકારી પકડાઈ ગયાં. આથી ક્રાંતિકારી દળ કમજોર પાડવા લાગ્યું.

જે ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧નો દિવસ હતો. પુલિસને સમાચાર મળેલ કે આજ પ્રયાગનાં અલ્ફ્રેડ પાર્કમાં ચંદ્રશેખર કોઈને મળવાનાર છે, તેથી પુલિસ પણ સમય બગડ્યા વગર પાર્કને ઘેરી લીધો. જેવી તેમની નજર પુલિસ પર પડી તો તે પિસ્તોલ નિકળી ઝાડ પાછળ છુપાઈ ગયાં. થોડી જ વારમાં બંને તરફ ગોળી ચાલવા લાગી. જયારે આઝાદની પિસ્તોલમાં એક જ ગોળી વધી ત્યારે તે દેશની માટી પોતાનાં માથા પર લગાવીને અંતિમ ગોળી પોતાની કાનપટ્ટીમાં મારી દીધી.

તેમનો સંકલ્પ હતો કે તે આઝાદ જ જન્મયા છે અને છેલ્લાં શ્વાસ સુધી આઝાદ જ રહેશે. આ પ્રકારે તે જીવતે જીવે પણ પુલિસનાં હાથે ના આવ્યાં.
ચિત્ર અને માહિતી સૌજન્ય : gujaratsamachar