કંડલા બંદર
કંડલા ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં
વિસ્તારની રીતે સૌથી મોટા એવા કચ્છ જીલ્લામાં ગાંધીધામ નજીક આવેલું મહત્વનું
દરિયાકિનારા પરનું એક મોટું બંદર છે. જે
અરબ સાગરના તટ પર કચ્છના અખાતમાં આવેલું છે. દેશનાં ભાગલા બાદ કરાંચી બંદર
પાકિસ્તાનને સોપાયેલું અને પશ્ચિમ ભારતનાં મહત્વના બંદર તરીકે ૧૯૫૦માં કંડલાની
સ્થાપના થઇ હતી. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પોર્ટે (KASEZ) પ્રથમ સ્પેશિયલ
ઇકોનોમિક ઝોન ભારત અને એશિયામાં સ્થાપના કરી હતી.
કંડલા ભારતનું પ્રથમ નિકાસ પ્રોસેસીંગ ઝોન
છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંડલા બંદરેથી માત્ર નવ કિલોમીટરના અંતરે છે. કંડલા
પોર્ટ ભારત દેશમાં સૌથી વધુ કમાણી કરતું તેલ આયાત અને અનાજ નિકાસ કરનાર
બંદરોમાંનું એક કેન્દ્ર છે. ઇ. સ. ૧૯૯૮ના વર્ષમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું
હતું. કેટલાક લોકોને જાનહાનિ થઇ હતી. પેટ્રોલિયમ, કેમિકલ્સ, લોખંડ, સ્ટીલ અને લોખંડ મશીનરી કંડલા પોર્ટે મુખ્ય
આયાતો છે ઉપરાંત તેઓ મીઠું,
કાપડ અને અનાજની
આયાતો પણ કરે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia