Republic Day - 2019

24 December 2018

મોહેં-જો-દડો નગર


મોહેં-જો-દડો નગર   


     હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલ નગરમાં મોહેં-જો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. મોહેં-જો-દડો 26મી સદી પૂર્વે બનાવવામાં આવ્યું હતું. પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિમાં સૌથી મોટા શહેરોમાનું એક હડપ્પા સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મકાનોને પુર અને ભેજથી રક્ષણ મેળવવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં. મકાનોના દરવાજા મુખ્ય રસ્તાઓને બદલે ગલીમાં પડતા હતા.સમગ્ર નગરની ફરતે કિલ્લો અને દીવાલની રચના કરવામાં આવી હતી. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા. સમગ્ર નગરનું બાંધકામ ચોરસ અને લંબચોરસ આકારે હતું, જેથી આ રસ્તાઓમાં પવન ફૂંકાતાં તેના પર વેરાયેલો કચરો સાફ થઇ જતો.રસ્તાઓમાં ચોક્કસ અંતરે એકસમાન ખાડા રાત્રિપ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાતું હતું.

     મોહેં-જો-દડો માટે સાચવણીનું કામ ડિસેમ્બર 1996 સ્થગિત કરવામાં આવ્યું પછી પાકિસ્તાની સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી ભંડોળ પણ બંધ કરી દીધું. સાઇટ સંરક્ષણ કામ એપ્રિલ 1997 માં ફરી શરૂ કરવામાં આવ્યું, યુનેસ્કોની મદદ દ્વારા ફંડ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યાં.ખરેખર, મોહેં-જો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા.મોહેં-જો-દડો ની ભૂગભૅ ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર-આયોજનની આગવી વિશિષ્ટતા હતી. મોહેં-જો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. જાહેર સ્નાનાગાર ૧૧.૮૮ મી. લાબું અને ૭.૦૧ મી. પહોળું અને ૨.૪૩ મી. ઊંડુ છે. કુંડમાં ઊતરવા માટે પગથિયાં બાંધેલાં છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia