Republic Day - 2019

24 December 2018

ભારતની રાષ્ટ્રીય રમત


હોકી


      હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે. હોકીનું વર્ગીકરણ આઉટડોર અને ઇનડોર એમ બે રીતે કરવામાં આવે છે. હોકી લાકડી અને બોલની સૌથી જૂની રમતોમાંની એક રમત છે, જે રમત બે ટુકડીઓ સામ-સામે રમે છે. હોકીનું મેદાન ૯૧.૪ મી.× ૫૫ મી. લંબચોરસ મેદાન હોય છે. હોકી વડે દડાને સામેની ટુકડીની ગોલપોસ્ટમાં દાખલ કરાવવાનો હોય છે.હોકીમાં સ્ટીકનો ઉપયોગ માત્ર એક બાજુ મર્યાદામાં કરવામાં આવે છે. ઐતિહાસિક તથ્યો પ્રમાણે હોકી પ્રાચીન સંસ્કૃતિમાં રમાઈ હતી. ઓલમ્પિક હોકીમાં ભારતે ૮ સુવર્ણ ચંદ્રક અને 2 કાસ્ય ચંદ્રક મેળવેલ છે.
       આધુનિક હોકી ૧૮ મી સદીના મધ્યમાં ઉભરી આવી પરંતુ તેની યોગ્ય રીતે ૧૯મી સદીમાં સ્થાપના કરવામાં આવી હતી. ૧૮૪૯માં બ્લેકીથ ઈશાન લંડનમાં સૌ પ્રથમ હૉકી ક્લબ સ્થપાયું. પહેલા તે ઘાસ પર રમાતી હતી અને ૧૯૭૦થી કૃત્રિમ ઘાસ પર રમવામાં આવે છે.આજના સમયમાં બરફમાં પણ હોકી રમી શકાય છે. આઈસ હોકી બરફ પર રમવામાં આવે છે જે હોકી રમતનું એક સ્વરૂપ છે. મધ્યયુગના સમયગાળામાં રમતનું મૂળ સ્કોટલેન્ડ નેધરલેન્ડ અને ઇંગ્લેન્ડ ગણવામાં આવે છે. દરેક ટીમ ગોલકીપર સહિત અગિયાર ખેલાડીઓ હોય છે. રમતની નિયંત્રણ સંસ્થાએ ૧૧૬ સદસ્ય ધરાવતી ઍન્ટરનેશનલ હૉકી ફેડરેશન તરીકે ઓળખાય છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia