સરદાર સરોવર બંધ
વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો અને
ગુજરાતનો સૌથી મોટો બંધ સરદાર સરોવર છે. જે નર્મદા નદી પર ૮૦૦મીટર ની ઊંચાઈ પર
બાંધવામાં આવેલ છે. તે બંધનું બાંધકામ ગુજરાતના નવાગામ પાસે મહદઅંશે પૂર્ણ કરવામાં
આવેલ છે અને બંધ કાર્યરત પણ છે, પરતું તેની ઊંચાઈ સતત વધારવામાં આવે છે. નર્મદા નદી પરના 30 ડેમમાં સરદાર
સરોવર અને મહેશ્વર ડેમ સૌથી મોટા બે ડેમ યોજના છે. આ યોજનાનો ઉદેશ્ય ગુજરાતના
દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોચાડવાનું અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો માટે વીજળી
પેદા કરવાનું છે, પરંતુ આ યોજના
તેની અંદાજિત ખર્ચ કરતા વધુ પડતું ઉપર ચાલ્યું ગયું છે.
સરદાર સરોવર યોજનાથી બનેલ ૪૬૦ કિ.મી. નહેરોના
મથાળે સોલાર પેનલ લગાવી સૂર્યશક્તિની મદદથી વિધુતશક્તિ મેળવામાં આવે છે. સરદાર
સરોવર યોજનાથી બનેલ નહેરોને સોલાર પેનલથી ઢાંકી અને સૂર્યશક્તિની મદદથી
વિદ્યુતઉર્જા મેળવવા તથા નહેરના પાણીનું બાષ્પીભવન થતું અટકાવવાના સંચાલક તરીકે
શ્રી. નરેન્દ્રભાઈ મોદી હતા. બાંધકામ ક્ષેત્રે સરદાર સરોવર બંધ (આર.સી.સી.)સિમેન્ટ
કોંક્રિટથી બનેલા બંધોમાં દ્વિતીય ક્રમે આવતો મોટો બંધ છે. કેવડિયા કોલોનીનો વિશેષ
પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે.સરદાર સરોવર બંધ પર્યટન સ્થળ તરીકે
ગણવામાં આવે છે. નર્મદા નદી ગુજરાતની પાણીની મુશ્કેલીને પહોંચી વળવા માટે તેને
ગુજરાતની “જીવાદોરી” તરીકે ગણવામાં
આવે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia