Republic Day - 2019

24 December 2018

સુનામી કેવી રીતે ઉદભવે છે?


સુનામી કેવી રીતે ઉદભવે છે?


      સમુદ્રી તુફાનને જાપાની ભાષામાં સુનામી તરીકે ઓળખાય છે. નવા સંશોધન મુજબ ભરતી અને ઓટ સાથે સુનામીને કશું જ લાગતું વળગતું નથી,પરંતુ જ્યારે પાણીની અંદર આવતા બદલાવ પાણીની અંદર બહાર ભયાનક હલચલ, ભૂકંપ, પાણીની અંદર વિસ્ફોટ અથવા તો કોઈ પરમાણુ શસ્ત્રોને કારણે સુનામી ઉદભવે છે. સૌપ્રથમ વખત દરિયામાં સુનામી આવી ત્યારે ગ્રીકના ઇતિહાસકાર સુનામીને ભૂકંપ સાથે સાંકળી હતી. ખરેખર, આ ખૂબ જ લાંબા એટલે કે સેંકડો કિલોમીટરના વિશાળ મોજા હોય છે, સમુદ્રની અંદર અચાનક ઝડપી હલચલ શરૂ થાય છે. તેમાં અચાનક તુફાન સાથે લાંબા અને ઊંચા મોજાના ઉછાળા શરૂ થાય છે. જે મજબુત આવેગ સાથે આગળ વધે છે જે મોજાના ઊછાળાને સુનામી કહેવાય છે.

    ખરેખર સુનામી જાપાની શબ્દ છે જેમાં સુ એટલે સમુદ્ર તટ અને નામી એટલે મોજા તેવો અર્થ કરવામાં આવે છે. ખરેખર સમુદ્રમાં મોજા સૂર્ય, ચંદ્ર અને ગ્રહોના ગુરુત્વાકર્ષણના પ્રભાવથી આવે છે, પરંતુ સુનામીમાં મોજા સામાન્ય મોજા કરતા અલગ હોય છે. ધરતીની પ્લેટો અથવા સ્તરો જ્યાં-જ્યાં મળતી હોય ત્યાં સમુદ્રની આસપાસ સુનામીનું જોખમ વધારે હોય છે. સમુદ્રના અંદરના પાણી સાથે સુનામી કિનારા તરફ વધે ત્યારે એટલી ઝડપે હોય કે 30 મીટર ઉપર હોય છે જે રસ્તામાં ઝાડ,જંગલ અથવા ઈમારતો કંઈ પણ હોય તે પોતાની સાથે ઘસડે છે. જ્યારે સુનામી આવે છે ત્યારે દરિયાકાંઠે ત્રાટકે છે અને પાણી છીછરૂં બની જાય છે. સુનામીને કારણે માલને ઘણું નુકસાન અને હાનિ થાય છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia