Republic Day - 2019

24 December 2018

ભારત દેશનું રાષ્ટ્રીય ફળ


અમૃતફળ કેરી



          કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. ભારતનાં દરેક રાજ્યોમાં જોવા મળે છે.જે ઉનાળાના અમૃત ફળ તરીકે ઓળખાય છે. તેને બે નામે ઓળખાય છે. સૌપ્રથમ તેને કેરી તરીકે ઓળખાય જે સંપૂર્ણ પાકતા આંબો ગણવામાં આવે છે. વિશ્વમાં તેની વિવિધ જાતિ જોવા મળે છે. કેસર, હાફૂસ, રાજાપુરી, સરદાર, આમ્રપાલી વગેરે જાતિઓ જોવા મળે છે. ભારતમાં હાલમાં આંબાનું સૌથી વધુ વાવેતર ઉતરપ્રદેશમાં જોવા મળે છે. કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયામાંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે જેનો ઊપયોગ ખટાશ માટે થાય છે. આ ફળ બે રીતે સ્વાદ આપે છે કાચું હોય ત્યારે ખટાશ ધરાવે છે જયારે તે સંપૂર્ણ પાકી જતા મીઠું લાગે છે.

          14મી સદીમાં મુસ્લિમ પ્રવાસી ઈબ્નબતુતાએ સોમાલિયામાં તેની પુષ્ટિ મેળવેલ છે. તમિલનાડુના કૃષ્ણાગિરિની કેરી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તેના ફૂલોનું ચૂર્ણ અથવા ઉકાળો ઝાડા અને મરડો માટે ઉપયોગી બને છે. શ્વાસ, એસિડિટી, યકૃત વધારો અને સડો માટે પણ ફાયદાકારક છે. કેરીમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ હોવાથી વજન વધવાની શક્યતા રહેલી હોય છે. કેરીમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી એનેમિક વ્યક્તિ કેરીનું સેવન જરૂરથી કરે. તેના પાંદડા વીંછી કરડવાથી અને તેનો ધુમાડો ગળાના અમુક રોગો તથા હેડકી માટે  નફાકારક છે. તેમાં વિટામિન ઈ નું પ્રમાણ હોવાથી હૉર્મન સીસ્ટમને અસરકારક બનાવે છે. તેનો ઉપયોગ ખાવા માટે અને દવા માટે થાય છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia