આપણે દેશ અને તેનાં
રાજ્યો ઉપરાંત તેની સંસ્કૃતિ અંગે જાણતા હોઇએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે દેશ
અને રાજ્યનાં નામ કઇ રીતે પડ્યાં? રાજ્યનાં જે નામ પડ્યા તેની પાછળ કેવી પરિસ્થિતિ હતી. આવો
જાણીએ આ રસપ્રદ તથ્યો......
ભારત:
કેટલાક હજાર વર્ષ પહેલા
ભરત નામના ખુબ જ પ્રતાપી રાજા થઇ ગયા; જેમણે ચારેદિશામાં પોતાનાં નામનાં ડંકા વગાડ્યા
તેનાં નામ પરથી ભારત નામ પડ્યું. અખંડ ભારતનાં સિમાડા ઇન્ડોનેશિયા અને અફઘાનિસ્તાન
સુધી વિસ્તરેલા હતા.
અરૂણાચલ
પ્રદેશ: આ એક સંસ્કૃત નામ છે. જેને Dawn-Lit Mountainsમાંથી ટ્રાન્સલેટ
કરવામાં આવ્યો છે; જેનો સરળ
શબ્દોમાં અર્થ થાય છે ઉગતા સુરજની ધરતી.
અસમ: આ નામ અહોમ
નામનાં શબ્દો પરથી ઉતરી આવ્યું છે અથવા તો અપભ્રંશ થયું છે. આ એક વંશ હતો જેણે
લગભગ 600 વર્ષ જેટલા
લાંબા સમય સુધી આ પ્રદેશ પર રાજ કર્યું હતું.
બિહાર: આ શબ્દ પાલી
ભાષામાંથી ઉતરી આવેલો છે. જે અસલમાં વિહાર થાય છે. જો કે હિંદીભાષી કેટલાક લોકો વ
બોલી નહી શકતા હોવાનાં કારણે તે અપભ્રંશ થતા થતા વિહારમાંથી બિહાર થઇ ગયું.
વિહારનો અર્થ બૌદ્ધમઠ થાય છે.
છત્તીસગઢ: જ્યારે રાજ્યની
રચનાં કરવામાં આવી ત્યારે તેમાં 36 કિલ્લાનો સમાવેશ થતો હતો. જેનાં કારણે તેનું નામ 36 ગઢ પરથી
છત્તીસગઢ પડી ગયું.
ગોવા: પુરાણો તથા
ઇતિહાસમાં તેનું નામ ગોવે દર્શાવવામાં આવ્યું છે. પુરાણોમાં તપાસ કરતા તેનાં ગોવે
ઉપરાંત ગોવાપુરી તથા ગોમતનાં સ્વરૂપે આ પ્રદેશનો ઉલ્લેખ મળી આવે છે.
ગુજરાત: આપણું ગુજરાત
ગુર્જરો પરથી ઉથરી આવ્યું છે. 8મી સદી સુધી આ સમગ્ર પ્રદેશ પર ગુર્જરોનું શાસન હતું જેનાં
કારણે તે ગુજરાત તરીકે ઓળખાયું.
હરિયાણા: આ નામ હરિ અને
અરણ્ય બે શબ્દો જોડાઇને બન્યું છે. જેનો અર્થ થાય છે વિષ્ણુ ભગવાનની ભુમિ અથવા તો
ભગવાનની ભુમિ હરિયાણા.
હિમાચલ: આ શબ્દનો અર્થ
થાય છે બર્ફીલા પહાડોનું ઘર.
જમ્મુ
કાશ્મીર: જમ્મુનું નામ અહીંનાં રાજા જમ્મબૂ લોચનનાં નામ
પરથી ઉતરી આવ્યું છે. જ્યારે કાશ્મીરનું નામ સતીસર અર્થાત કાચબાનાં તળાવ પરથી
પડ્યું છે.
ઝારખંડ: ઝારખંડ જંગલોની
ભૂમિ છે. સંસ્કૃતમાં ઝાડનો અર્થ જંગલ થાય છે. તે રીતે જંગલોની ભૂમિ એટલે ઝારખંડ
નામ પડ્યું.
કર્ણાટક: કર્ણાટક શબ્દ
કારુ અને નાદથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ થાય છે બુલંદ અને જમીન. બુલંદ જમીનનો
અર્થ કર્ણાટક થાય છે.
કેરળ: ભૌગોલિક દ્રષ્ટિએ
કેરળની ઉત્પત્તિ સમુદ્રની વધેલી જમીન પર થઇ છે. કેરળ ચેરન્ના અને આલમ શબ્દથી
બન્યું છે. ચેરન્નાનો અર્થ થાય છે જોડવું અને આલમ શબ્દનો અર્થ થાય છે જમીન.
મધ્ય
પ્રદેશ: આ ભારતની મધ્યમાં આવેલો પ્રદેશ હોવાથી તેને
મધ્યપ્રદેશ કહેવામાં આવે છે. ઉપરાંત અંગ્રેજો પણ આ વિસ્તારને સેન્ટ્રલ પ્રોવિન્સ જ
કહેતા હતા.
મહારાષ્ટ્ર: આ મહા તથા
રાષ્ટ્ર શબ્દનું સંયોજન છે. મહારાષ્ટ્ર રાષ્ટ્રીકા નામનાં પરિવાર પરથી ઉતરી આવેલું
છે.
મણિપુર: આનો અર્થ મણિ
એટલે એક પ્રકારનો અમુલ્ય પત્થરની ભૂમિ છે.
મેઘાયલ: મેઘ (વાદળ) અને
આલય (આવાસ) મળીને બને છે મેઘાલય. જેનો અર્થ થાય છે વાદળોનું ઘર.
મિજોરમ: આ ત્રણ
શબ્દોનું સંયોજન છે. મિ (લોકો), જો (લુઇસ હિલનાં લોકો) અને રમ (ભુમિ) પરથી ઉતરી આવ્યો છે.
નાગાલેન્ડ: અહીં નાગા
પ્રકારની જાતિ છે અને તેઓની ભૂમિ એટલે નાગાલેન્ડ.
ઓડિશા: આ સંસ્કૃત શબ્દ
ઓડ્ર દેસથી આવ્યો છે. તેને મધ્ય ભારતમાં રહેનારા લોકોનાં સંદર્ભમાં બોલવામાં આવે
છે.
પંજાબ: પાંચ નદીઓની ભુમિક એટલે પંજાબ. પંજ (પાંચ) આબ
(બેટ) પાંચ નદીઓ જે પ્રદેશમાં મળે છે તે પંજાબ.
રાજસ્થાન: આને પહેલા વીર રાજાઓની ભૂમિ તરીકે ઓળખવામાં
આવતી હતી. રાજપુતોની ભૂમિ હોવાનાં કારણે રાજસ્થાન.
સિક્કીમ: આ ડેનજોંગથી આવ્યું છે. લિંબૂ મૂળનાં બે
શબ્દોમાંથી બન્યું છે આ નામ. જેમાં સુનો અર્થ થાય છે નવું અને ક્કિમનો અર્થ હોય છે
મહેલ. નવો મહેલ એટલે સિક્કીમ
તેલંગાણા: ત્રિલિંગા શબ્દથી અપભ્રંશ થઇને તેલંગાણા
બન્યું. ત્રિલિંગાનો અર્થ થાય છે શંકર ભગવાનનાં લિંગોની ભુમિ.
તમિલનાડુ: તમિલ લોકોનો પ્રદેશ એટલે તમિલનાડુ
ત્રિપુરા: આ બે શબ્દોમાંથી ઉતરી આવેલો શબ્દ છે.
તઇ(ત્રિ)નો અર્થ થાય છે પાણી અને પુરા(પારા)નો અર્થ થાય છે નજીક. પાણીની નજીકની જમીન
એટલે ત્રિપુરા (તઇપારા)
ઉતરાખંડ: ઉતર તરફનો ખંડ એટલે ઉતરાખંડ.
ઉત્તરપ્રદેશ: તેનો અર્થ પણ ઉત્તરી દિશાનો પ્રદેશ એટલે
ઉતરપ્રદેશ.
પશ્ચિમ
બંગાળ: બંગાળ શબ્દનો મૂળ
શબ્દ છે બોન્ગ. તેનાં કેટલાય અર્થ લેવામાં આવ્યા છે. જેમ કે ફારસીમાં બંગલાહ,
હિંદીમાં બંગાળ અને બંગાળીમાં બાંગ્લા તરીકે ઓળખાય છે.
સૌજન્ય : gujaratsamachar