રમત એ મનુષ્યનાં જીવનનો
એક ખુબ મહત્વપૂર્ણ ભાગ છે. હા એક એક અલગ વાત છે કે કોઈ વ્યક્તિ પોતાનાં રોજિંદા
જીવનમાં તેમને ઉતારે. કોઈ વ્યક્તિ પોતનાં આનંદપ્રમોદ માટે, તો કોઈ પોતાનાં
શરીરને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે રમત રમે છે, તો કોઈક પોતાનાં દેશની પ્રતિષ્ઠા માટે રમતને
પોતાની કારકિર્દી બનાવે છે.
જો આપણે ભૂતકાળને ઉખેડીએ
તો હજારો વર્ષો પહેલાં જયારે માણસ સક્રાંતિ અને વિકાસની સ્થિતિથી ઘણો જ દૂર હતો
ત્યારથી જ ઓલમ્પિકની રમત રમતી આવી છે. આધુનિક ઓલમ્પિક રમતની ઉત્પત્તિ પ્રાચીન
ઓલમ્પિક રમતથી જ જોડાયેલી છે. જો ટૂંકમાં કહીએ તો, પ્રાચીન ઓલમ્પિક અસ્તિત્વમાં ન હોત તો કદાચ આજે
આધુનિક ઓલમ્પિક પણ ન હોત.
ઓલમ્પિકનો ઈતિહાસ લગભગ 2800 વર્ષથી પણ જૂનો
છે. આ રમતોત્સવની શરૂઆત ઈ.સ. પૂર્વે 776માં ગ્રીસનાં પ્રાચીન દેવતા 'જીયસ'નાં સન્માનમાં
થઈ. ઈ.સ. પૂર્વે 394 સુધી પ્રત્યેક 4 વર્ષે આ રમતનું
આયોજન થતું હતું પરંતુ ત્યારબાદ રોમનાં રાજવી થિયોડોસિયસે તેમનાં પર પ્રતિબંધ મૂકી
દીધો. આ પછી લગભગ 1500 વર્ષ સુધી આ
રમતોત્સવ બંધ રહ્યો.
આ રમતોત્સવને પુનઃ
પ્રારંભ કરવાનો શ્રેય ફ્રાંસનાં બેરોન પિયરે ડી કુબર્તિનને જાય છે. ઈ.સ. 1875માં સૌથી પહેલાં
ઓલમ્પિયા સ્ટેડિયમની શોધ થઈ. કુબર્તિનનાં પ્રયાસથી ગ્રીસની રાજધાની એન્થેસમાં ઈ.સ.
1896માં પ્રથમ વાર
આધુનિક ઓલમ્પિક રમતનું આયોજન કરવામાં આવ્યું. શરૂઆતમાં તો ફક્ત પુરુષો જ ભાગ લેતાં
હતા પરંતુ ઈ.સ. 1900થી સ્ત્રીઓ પણ
ભાગ લેવા લાગી.
ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, બ્રિટેન, ગ્રીસ અને
સ્વિત્ઝરલેન્ડ આ એવાં પાંચ દેશો છે, જેમણે આજ સુધી રમાયેલ દરેક ઓલમ્પિક રમતમાં ભાગ
લીધો હતો. અને હાલ સુધી રમાયેલ દરેક ઓલમ્પિક રમતમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હોય
એવો વિશ્વનો એકમાત્ર દેશ બ્રિટેન છે.
આંતરાષ્ટ્રીય ઓલમ્પિક
કમિટી, ઓલમ્પિક
રમોત્સવનું સંચાલન કરતી સંસ્થા છે. તેમાં 1 અધ્યક્ષ, 3 ઉપાધ્યક્ષ અને 7 અન્ય સભ્ય હોય છે. તેમનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે.
આ સંસ્થા ઓલમ્પિક રમતનું આયોજન સ્થળ, નિયમ, સંચાલન જેવી બાબતો નક્કી કરે છે.
સૌપ્રથમ ઈ.સ. 1913માં કુબર્તિને
ઓલમ્પિકનાં ધ્વજનું નિર્માણ કર્યું હતું અને જૂન 1914માં આ ધ્વજનું ઉદ્ધાટન કરાયું હતું. તેમજ 1920નાં એન્ટવર્પ
ઓલમ્પિક રમતોત્સવમાં આ ધ્વજ પ્રથમવાર ફરકાવવામાં આવ્યો હતો.
3 ફૂટ લાંબા અને 2 ફૂટ પહોળા આ ધ્વજમાં 2.06મી. * 6 સે.મી.ની પાંચ
રીંગો એકબીજામાં ભળી ગયેલા હોય તેવું તેનું પ્રતિક છે. આ પાંચ રીંગો વિશ્વનાં
મહત્વનાં પાંચ દેશોનું પ્રતિનીધિત્વ કરે છે; જે આ મુજબ છે.
એશિયા - પીળો રંગ
યુરોપ - આસમાની રંગ
આફ્રિકા - કાળો રંગ
અમેરિકા - લાલ રંગ
ઓસ્ત્રેલિયા - લીલો રંગ.
આ રમતોત્સવનો મુખ્ય
ઉદ્દેશ વિશ્વનાં બધા લોકોને એક મંચ પર એકત્ર કરી વિશ્વોત્સ્વ ઉજવવાનો છે. તેમનો
મુદ્રાલેખ સાઈટિયસ, અલ્ટિયસ અને
ફોરટિયસ છે અર્થાત વધુ ઝડપે, વધુ ઉંચે અને વધુ તાકાતથી.
ચિત્ર અને માહિતી સૌજન્ય : gujaratsamachar