વિદ્યુત
ઉર્જા એટલે શું?
પરમાણુમાં રહેલ સુક્ષ્મ
કણ - ઈલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા એટલે વિદ્યુતઉર્જા. આ ઈલેક્ટ્રોન એક
અણુથી બીજા અણુમાં જઈ શકે છે અને આ ગતિને જ વિદ્યુતઉર્જા કહે છે. વિદ્યુતઉર્જાથી યંત્રો
ચાલે છે, મોબાઈલ, ટીવી, અને કમ્પ્યુટર
ચાલે છે. તેનું વહન વાહક તાર દ્વારા યંત્રો સુધી કરવામાં આવે છે.
વિદ્યુતઉર્જા
ક્યાંથી આવે છે?
વિદ્યુતકેન્દ્રમાં રહેલ
જનરેટરમાં વિદ્યુતઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. પાણીને વરાળમાં રૂપાંતરિત કરવા
માટે કોલસા જેવાં બળતણનો ઉપયોગ કરવામાં આવે છે. આ વરાળ વિશાળ ટર્બાઈનને ફેરવે છે.
તેનાં પાંખિયા ફરતાં જનરેટરની અંદર રહેલ ચુંબક વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરે છે. આ
વિદ્યુતઊર્જા વાહક તારાદ્વારા આપણા ઘર સુધી પહોચે છે.
આપણને
બેટરીની શું જરૂર છે?
બેટરી એક નાના પ્રમાણમાં
વિદ્યુતઊર્જા પૂરી પાડતો સ્ત્રોત છે જેના કારણે નાના નાનાં ઉપકરણોને વાહક તાર
દ્વારા ઊર્જા મેળવવાની જરૂર પડતી નથી જેમ કે મોબાઈલ ફોન. બેટરીની અંદર સંગ્રહિત
રસાયણો રાસાયણિક પ્રક્રિયા દ્વારા સતત વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરે છે. કેટલીક બેટરી
રીચાર્જેબલ હોય છે મતલબ જો તેને વાહકતારની મદદથી ચાર્જરમાં અમુક સમય માટે રાખવામાં
આવે તો તે ફરીથી વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરવા સક્ષમ બને છે.
સ્વિચ કેવી રીતે કામ કરે
છે?
સ્વિચ હકીકતમાં યંત્રમાં
જતાં વિદ્યુતપ્રવાહને નિયંત્રિત કરે છે. વિદ્યુતપ્રવાહ સંપૂર્ણ વહનમાર્ગ (સર્કિટ)
હોય તો જ પ્રવાહિત થઇ શકે છે. આ વાહનમાર્ગ તારનો બનેલ હોય છે.સ્વિચ આ વહનમાર્ગમાં
એક ચોકીદાર જેવું કાર્ય કરે છે જે વિદ્યુતપ્રવાહને પ્રવાહિત થવા માટે દરવાજા ખોલે
છે. બંધ કરવા માટે દરવાજાને બંધ કરે છે.
સૌજન્ય : gujaratsamachar