રજા લાઈબ્રેરી
ઉત્તરપ્રદેશ રાજ્યનાં રામપુરમાં આવેલ છે. તેમની સ્થાપના 1774માં નવાબ
ફૈઝુલ્લાહ ખાન દ્વારા કરવામાં આવી હતી. તેમણે પોતાનાં તમામ પુસ્તકો દાનમાં આપી
દીધા જે તેમણે પૂર્વજો પાસેથી મેળવેલા હતા. અહીં તે પુસ્તકો છે જે તેમણે નવાબના
તોશખાનામાં મૂક્યા હતા. અહી ભારત અને ઇસ્લામી સંસ્કૃતિના પુસ્તકોનો સારો સંગ્રહ
છે.
રામપુર એ બ્રિટીશ
કાળમાંમાં સ્થાપિત થયેલ રાજ્ય છે. અહી નવાબ અથવા શાસકોના શાસન દરમિયાન, ઘણા ફેરફારો થયા
હતા. ગ્રંથાલયમાં ઇસ્લામિક સુલેખનનું એક નમૂનો અને ખગોળશાસ્ત્રના સાધનોનું વૈવિધ્ય
અને મૂલ્યવાન સંગ્રહ, જેમ કે ઐતિહાસિક
સ્મારકો, હસ્તપ્રતો, મુઘલ લઘુચિત્ર, ફારસી અને અરબી
ભાષાઓનો દુર્લભ સંગ્રહ પણ શામિલ છે.
ગ્રંથાલયમાં હિન્દી, સંસ્કૃત, ઉર્દુ, તમિલ, તુર્કી અને અન્ય
સાહિત્ય જેવાં અનેક પુસ્તકોનો ખજાનો છે. જોકે, પવિત્ર કુરાનનું પ્રથમ અનુવાદ હસ્તપ્રત અહીં
થયું હતું. અહી ૩૦૦૦૦ થી વધારે પુસ્તકો અને ઘણી ભાષાઓમાં પત્રિકાઓ પણ રાખવામાં
આવેલ છે. હાલમાં, આ પુસ્તકાલય ભારત
સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.
સૌજન્ય : gujaratsamachar