Republic Day - 2019

25 December 2018

વિશ્વનો સૌથી મોટો મુખત્રિકોણ : ગંગા ડેલ્ટા



             
 પાણીનો પ્રવાહ અને પૂર જમીન પર ભારે ઉથલપાથલ સર્જે છે. ખાસ કરીને સમુદ્રમાં ભળે છે તે સ્થળનાં દરિયા કિનારે નદીમાં ઘસડાઇને આવેલો સાંપ જમા થાય છે. નદી સમુદ્રને મળે ત્યારે અનેક શાખાઓમાં વહેંચાય છે. આ સ્થાનને નદીનું મુખ કહેવાય છે. નદીના મુખ પર તો ત્રિકોણાકાર જમીનનો ભાગ ઘણી રીતે મહત્વનો ગણાય છે.

              વિશ્વભરમાં સૌથી મોટો મુખ ત્રિકોણ પશ્ચિમ બંગાળમાં આવેલો છે. મુખ ત્રિકોણને ડેલ્ટા કહે છે. ભારતની બે મોટી નદીઓ ગંગા અન્એ બ્રહ્મપુત્રા જ્યાં સમુદ્રને મળે છે ત્યાં આ ડેલ્ટા બન્યો છે. ભારત અને બાંગ્લાદેશ એમ બે દેશોમાં વહેંચાયેલો આ ડેલ્ટા 105000 ચોરસકિલોમીટરના  વિસ્તારમાં ફેલાયેલો છે. ચીકણી માટીવાળો આ પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ ગણાય છે. ગંગા નદીના મુખત્રિકોણમાં વારંવાર પૂરનો ભય હોવા છતાંય 10 થી 12 કરોડ લોકો વસે છે. આ બધાનું ગુજરાન ગંગા નદી પર નિર્ભર છે અને વિશ્વમાં સૌથી વધુ વસ્તીવાળો મુખત્રિકોણ છે. અહીંનું સુંદરવન જાણીતું છે.

              હિમાલયની પર્વતમાળામાંથી આવતી ગંગા, જમુના અને બ્રહ્મપુત્ર નદીઓનો પ્રવાહ સમુદ્ર નજીક આવતાં ધીમો પડે છે અને પ્રવાહમાં આવતા ફળદ્રુપ કાંપ જમીન પર ઠરે છે. ગંગાનો ડેલ્ટા વિશ્વભરમાં સૌથી વધુ ફળદ્રુપ ગણાય છે.
સૌજન્ય : gujaratsamachar