તા. ૩૧મી ડીસેમ્બર ૧૬૦૦ના
દિવસે ઇગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ પ્રથમે એક ફરમાન બહાર પાડીને અગ્રેજ વેપારીઓને
પૂર્વના દેશો સાથે વેપાર કરવાની છૂટ આપી હતી.
એલિઝાબેથ પ્રથમ 'ધ ગવર્નર' એન્ડ કંપની ઓફ
મર્ચન્ટસ ઓફ લંડન ટ્રેડીંગ ઇસ્ટ ઇન્ડિઝની સ્થાપનાને મંજુરી આપી હતી. આ કંપનીને
પૂર્વના ટાપુરાષ્ટ્રોના સમુહમાં વેપાર કરવાનો અધિકાર આપ્યો હતો. કંપનીની સ્થાપના
મસાલાનો વેપાર કરવા માટે કરાઈ હતી. જેમાં એ સમયે સ્પેન અને પોર્ટુગલનું વર્ચસ્વ
હતું. સમય વિતતા કંપનીએ મસાલા ઉપરાંત કપાસ, રેશમ, ચા, ગળી, અને અફીણનો પણ વેપાર શરુ કર્યો.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ
ભારતમાં એ સમયના મોગલ બાદશાહ જહાંગીર પાસેથી વેપાર અને સુરતમાં પોતાનું મથક
સ્થાપવાની પરવાનગી માગી વેપાર શરુ કર્યો અને બસો વરસ દરમ્યાન આખાય ભારત પર પોતાનો
કબજો જમાવી લીધો. ઇસ્ટ ઇન્ડિયા કંપની વિશ્વની સૌ પ્રથમ બહુરાષ્ટ્રીય અને સૌથી મોટી
કંપની બનવાની સાથેસાથે બ્રિટિશ સામ્રાજ્યની ઈમારત પણ મજબુત બનાવી હતી. ૧૮૫૭માં
ભારતીય સેના દ્વારા કરાયેલા વિપ્લવ પછી તેને સમેટી લેવામાં આવી હતી. એ પછી બ્રિટિશ
સરકારે ભારતનું સંચાલન પોતાનાં હાથમાં લીધું, જે ભારતની આઝાદી સુધી ચાલુ રહ્યું.
સૌજન્ય : gujaratsamachar