Republic Day - 2019

24 December 2018

સ્વતંત્ર ભારતનાં પ્રથમ ઉપપ્રધાનમંત્રી સરદાર પટેલ



સરદાર પટેલ


      સરદાર વલ્લભભાઈ પટેલ ભારતનાં એક રાજકીય તથા સામાજિક નેતા હતા, તે ભારતનાં પ્રથમ ગૃહમંત્રી હતા.સરદાર પટેલ બરફથી ઢંકાયેલ એક જ્વાળામુખી હતા. રાષ્ટ્રીય એકતાના બેજોડ શિલ્પી હતા. વાસ્તવમાં તે ભારતીય ખેડૂત લોકોના આત્મા સમાન હતા. તેમને ભારતનાં લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ગુજરાતમાં નડીયાદમાં એક લેવા પાટીદાર ખેડૂત કુટુંબમાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઇ તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતાની ચળવળમાં સરદાર પટેલનું પ્રથમ અને સૌથી મોટો ફાળો ખેડા સંઘર્ષમાં હતો. તે સમયે ગુજરાતનો ખેડા વિભાગ તીવ્ર દુકાળની પકડમાં હતું. ખેડૂતોએ અંગ્રેજ સરકાર પાસે ભારે કરમુક્તિ માટે માંગ કરી હતી. જયારે આ માંગનો સ્વીકાર ન થતા સરદાર પટેલ, ગાંધીજી અને અન્ય લોકોએ ખેડૂતોનું નેતૃત્વ સાંભળ્યું અને તેમને કર ન દેવા માટે પ્રેરિત કર્યા. અંતમાં સરકાર હાર માની અને તે વર્ષમાં કરમાંથી રાહત આપી અને તેમાં સરદાર પટેલની પહેલી સફળતા રહી હતી.
 
    સ્વતંત્ર ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ અને પ્રથમ ઉપપ્રધાનમંત્રી સરદાર પટેલ આ બન્નેમાં આકાશ પાતાળનું અંતર હતું પરંતુ બંને ઇંગ્લેન્ડમાં બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી હોવા છતાં સરદાર પટેલ વકીલાતમાં પંડિત નેહરુથી બહુ આગળ હતા અને તેમને સમ્પૂર્ણ બ્રિટિશ સામ્રાજ્ય ના વિદ્યાર્થિયોમાં સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતું. સરદાર ગાંધીજી પ્રત્યે ખુબજ વફાદાર હતા, તેમજ તેઓ અને નેહરુ બન્ને પોતાની વચ્ચેના મતભેદોના ઉકેલ માટે ગાંધીજી પાસે જતા.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia