માતાના મઢ
માતાના મઢ ગુજરાત
રાજ્યના કચ્છ જીલ્લામાં આવેલ એક પવિત્ર સ્થળ છે. ભુજથી ૯૦કિ.મીના અંતરે મા
આશાપુરાનું મંદિર આવેલ છે,જે ગુજરાતભરમાં
માતાના મઢ તરીકે પ્રસિદ્ધ છે. આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો
આવેલા છે. ત્યાં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ
બિરાજમાન છે.
એવું કહેવાય છે કે આજથી લગભગ દોઢ હજાર વર્ષ
પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન
જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રી હોવાથી
માતાજીની સ્થાપના કરી ખુબ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને
જોઈને માતા ખુશ થઇ તેને સ્વપ્નમાં દર્શન આપતા કહ્યું વત્સ તે જે જગ્યાએ મારું
સ્થાપન કર્યું છે, તે જગ્યાએ મારું
મંદિર બનાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા
છ મહિના સુધી ખૂલતો નહીં. વાણિયાએ ખુશ થઈને તે પ્રમાણે કર્યું અને મંદિરની રખેવાડી
કરવા માટે તે પોતે ગૃહ ત્યાગ કરી ત્યાં આવ્યો.
પાંચ મહિના પુર્ણ થતા મંદિરના દ્વાર પાછળથી
એક વાર તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સાંભળતા તેનાથી રહેવાયું નહી અને તરત મંદિરના
દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જતા જ તેને દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ
તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા વચન વિરુદ્ધ દ્વાર ખોલી દીધા છે, જેથી માતાજીની
અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હોવાથી પોતાની ભૂલ બદલ તેણે માતાજીના ચરણોમાં
પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી અને વરદાન
માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ માતાજીએ કહ્યું તારી
ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અર્ધું રહી ગયું. માતાના મઢ નવરાત્રીના
દિવસોમાં આશાપુરા માતાના દર્શન માટે લાખો યાત્રાળુઓ પગપાળા જાય છે અને પોતપોતાની
મનોકામના પૂર્ણ કરે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia
