Republic Day - 2019

24 December 2018

એફિલ ટાવર


એફિલ ટાવર


      એફિલ ટાવર ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલ એક લોખંડી મિનારો છે. આ ટાવર વિશ્વમાં ઉલ્લેખનીય બાંધકામમાંનું એક છે અને ફ્રાન્સની સંસ્કૃતિનું ઓળખાણ માટેનું ચિહ્ન છે. એફિલ ટાવરની રચના ગુસ્તાવ એફિલ દ્વારા કરવામાં આવેલ છે અને તેમના નામ પરથી એફિલ ટાવરનું નામકરણ કરવામાં આવેલ છે. ફ્રેંચ ક્રાંતિની ૧૦૦મી વર્ષગાંઠના શતાબ્દી મહોત્સવના અવસરે વૈશ્વિક મેળાના પ્રવેશદ્વાર તરીકે ટાવરનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં સરકારની ત્રણ શરતો અનુસાર બનેલ છે. જે શરત ટાવરની ઉંચાઈ ૩૦૦ મીટર, ટાવર લોખંડનું અને ટાવરના મુખ્ય ચાર સ્થંભની વચ્ચેનું અંતર ૧૨૫મીટર હોવું એ હતી. ઍફીલ ટાવરના ધાતુના માળખાનું વજન ૭૩૦૦ ટન અને ૨૭૩ મીટરની ઊંચાઈ છે. ટાવરનું વજન ૧૦૧૦૦ ટન છે.
     એફિલ ટાવરનું નિર્માણ થયું ત્યારથી તે વિશ્વની સૌથી ઊંચી અને સુંદર ઈમારત છે. આ ત્રણ માળનું ટાવર પ્રવાસીઓ માટે વર્ષના 365 દિવસ ખુલ્લું હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઓળખ તાજ મહેલ છે તેવી જ રીતે ફ્રાન્સની ઓળખ એફિલ ટાવર છે. ૨૦મી સદીના આરંભથી ટાવરનો ઉપયોગ રેડીયો પ્રસારણ માટે થતો આવે છે. ૧૮૮૯માં પહેલા અને બીજા સ્તરમાં જવા માટે પગથિયા અને લીફ્ટની સુવિધા છે. દર રાત્રીએ અંધારુ થતા ૧ વાગ્યા સુધી એફિલ ટાવર પ્રકાશિત  કરવામાં આવે છે કે જેથી દુરથી ટાવર દેખાઈ શકે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia