વિશ્વ વિખ્યાત
પાટણનું પટોળું
ગુજરાતના પટોળા સદીઓથી પ્રખ્યાત છે, જે વર્ષોથી
ગુજરાતીઓ સહિત દેશ વિદેશના લોકોને આકર્ષતા રહ્યા છે. પટોળા એ સામાન્ય રીતે
રેશમમાંથી વણાટ કરીને બનાવવામાં આવતી એક સાડી છે, જે પાટણ ગુજરાતમાં બનાવવામાં આવે છે. પાટણના
પટોળા તેના રંગોની વિવિધતા અને ભૌમિતિક શૈલી માટે જાણીતા છે. પટોળા એ બહુવચન શબ્દ
છે. જયારે એકવચનમાં તેને પટોળું કહેવામાં આવે છે. પટોળાનું મર્યાદિત વેચાણનું કારણ
તેની ઊંચી કીમત છે. જે એક વખતે રાજવી અને ઉચ્ચ કુટુંબોમાં જ પહેરવામાં આવતા હતા.
એવું કહેવાય છે કે પટોળા વણવાની અને રંગવાની પધ્ધતિ ઈ.સ.૧૨મી સદીમાં ઉદભવી હતી.
જેને તાણા અને વાણાને અલગ રીતે રંગીને પછી વણવામાં આવે છે. પટોળા સાડી બનાવવા
માટેની પદ્ધતિ વિશિષ્ટ છે,
જેને તૈયાર કરતા
૬ મહિનાથી ૧ વર્ષ લાગે છે.
પટોળાના વણકરો વાસ્તવમાં ભૂમિતિશાસ્ત્રીઓ છે.
રંગોને પારખી આ કારીગરો આકારો વગેરેને તાણા-વાણાના માધ્યમથી ઉપસાવીને સુંદર સર્જન
કરે છે. પટોળા વણાટની પ્રક્રિયાએ ખાનગી કુટુંબ પરંપરા છે. વર્તમાન સમયે પાટણમાં
અત્યંત મોંઘી પટોળી સાડી બનાવતાં માત્ર ત્રણ જ કુટુંબો બાકી રહ્યા છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia