ઉડતી ખિસકોલી
ઉડતી ખિસકોલી એ ખિસકોલીની એક જાતિ છે. આ
ખિસકોલી નિશાચર છે અને સૂકાં અને લીલાં જંગલોમાં જોવા મળે છે. તે વૃક્ષોની ડાળીઓ
અને બખોલમાં રહે છે. તેઓ ૪૦૦-૧૦૦૦ મીટરની
ઊંચાઈ પર જોવા મળે છે.
માથું અને શરીરની લંબાઈ
સામાન્ય રીતે ૪૩ સેમી હોય છે. પૂંછડીની લંબાઈ નરમાં 50 સેમી અને
માદામાં ૫૨ સેમી હોય છે. તેનો રંગ કાળા થી ભૂખરો છીંકણી અને આછો-ઘાટો હોય છે.તેના
પગ કાળા અને નાક આછા ગુલાબી રંગનું હોય છે.પૂંછડી વાળ ધરાવતી અને કાળાશ પડતી હોય
છે. ઉપરના ભાગમાં રૂંવાટી લાંબી અને મુલાયમ અને અંદરના ભાગમાં ધીમે-ધીમે ઓછી થયેલી
હોય છે. હવામાં કુદકો મારવા માટે પીઠના આગલા ભાગથી પાછલા ભાગમાં પડદો હોય છે, જે આછાં
છીંકણી રંગનો હોય છે. જુન મહિનામાં માદા
એક બચ્ચાને જન્મ આપે છે.તે ભારત, ચીન,
ઇન્ડોનેશિયા, મ્યાનમાર, શ્રીલંકા, તાઇવાન, વિયેતનામ તેમજ
થાઈલેન્ડમાં મળી આવે છે. તેમજ ગુજરાતમાં આવેલ રતન મહાલ રીંછ અભ્યારણ્ય અને તેની
આસપાસ ના વિસ્તારમાં જોવા મળે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia