Republic Day - 2019

25 December 2018

ATM


આવો જાણીએ એટીએમશું છે.


       સ્વચાલિત ગણક યંત્ર (Automated teller machine)નું ટૂંકું નામ છે  એટીએમ’. એટીએમ એ બેંકિંગ-વ્યવહાર માટેનું એક ઉપકરણ છે, જેને વિશ્વમાં ઓટોમેટિક બેંકિંગ મશીન, કેશ પોઈન્ટ, હોલ ઇન ધ વોલ, બેંનકોમેટ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. આ મશીનનું નિયંત્રણ આધુનિક કોમ્પ્યુટર નેટવર્ક દ્વારા દૂરથી થઈ શકે છે અને સ્થાનિક ગ્રાહક તેનો આ મશીનની જગ્યા પર ઉપયોગ કરી પૈસા ઉપાડવાનું, સિલકની રકમ જાણવાનું, પૈસા અન્ય ખાતાધારકને મોકલવાનું જેવાં કાર્યોની સેવા મેળવી શકે છે. આ બેંકિંગ સેવાઓ મેળવવાની પ્રક્રિયામાં ગ્રાહકને કેશિયર, ક્લાર્ક, બેંક અધિકારીની મદદની જરૂર પડતી નથી.
     ૧૯૬૦ના દાયકામાં એટીએમ બેંકોગ્રાફ નામથી ઓળખાતું હતું. કેટલાક દાવા અનુસાર સૌથી પહેલા ૧૯૬૧માં સિટી બેંક ઓફ ન્યુયોર્ક દ્વારા ન્યુયોર્ક શહેરમાં ગ્રાહકની સેવા માટે આ મશીન ચાલુ કરવામાં આવી હતી. તેના પછી ટોકિયો અને જાપાનમાં ૧૯૬૬માં આનો ઉપયોગ થયો. આધુનિક એટીએમનો પ્રથમ ઉપયોગ ૨૭ જુન, ૧૯૬૯માં લંડનની બાર્કેલે બેંકે કર્યો હતો. વર્તમાન યુગમાં એટીએમ મશીનો આંતરબેન્ક નેટવર્ક સાથે જોડાયેલ છે.
       વર્તમાન યુગમાં એટીએમનો ઉપયોગ આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. એટીએમનો ઉપયોગ કરતી વખતે અમુક સાવચેતી જરૂરી છે. જો આ સાવચેતી જાળવવામાં ન આવે તો આપણને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia