ટેલિફોનના
આવિષ્કારક ગ્રેહામ બેલ
એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ સુવિખ્યાત
વૈજ્ઞાનિક, એન્જિનીયર અને
સંશોધનકાર હતા જેમને સૌપ્રથમ વ્યવહારુ ટેલિફોનની શોધનો યશ આપવામાં આવે છે. આ
ઉપરાંત ઓપ્ટિકલ ટેલિકોમ્યુનિકેશન્સ, હાઇડ્રોફોઇલ અને એરોનૌટિક્સ ક્ષેત્રે
પણ તેમણે કાર્ય કર્યું છે.
ગ્રાહમ બેલનો જન્મ ૩ માર્ચ ૧૮૪૭ના
એડિનબર્ગ , સ્કોટલૅન્ડમાં
થયો હતો. તેમણે લંડનની એડિનબર્ગ યુનિવર્સીટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ૧૮૭૬માં
સર્વપ્રથમ ટેલિફોનની શોધ કરી હતી. આ ઉપરાંત ૧૮૮૧માં મેટલ ડિટેકટરની શોધ કરી હતી, જેનો ઉપયોગ
શરીરમાંથી ગોળી શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બેલની અત્યંત વિખ્યાત શોધો
માટે તેમને આલ્બર્ટ ચંદ્રક,
AIE નો એડિસન ચંદ્રક આપવામાં આવ્યો હતો.
બેલનું મૃત્યુ ૨૩ ઓગસ્ટ ૧૯૨૨ના ડાયાબિટીસને
કારણે થયું હતું. તેમની આવી પ્રસિદ્ધ શોધો
માટે યુએસ પોસ્ટ ઓફીસ દ્વારા તેમના સન્માનમાં તેમનો યાદગીરી સ્ટેમ્પ જારી કરવામાં
આવ્યો હતો. ૧૯૯૭માં બેલની ૧૫૦મી જન્મજ્યંતિના દિવસે રોયલ બેંક ઓફ સ્કોટલૅન્ડ
દ્વારા £1 બેન્કનોટ ખાસ
બહાર પાડવામાં આવી હતી.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia