Republic Day - 2019

25 December 2018

નીલગિરી


નીલગિરી


     નીલગિરી વિશ્વના સૌથી ઊંચા વૃક્ષોમાંનું એક છે. નીલગીરી મર્ટલ કુળ મર્ટસિયા પ્રજાતિના પુષ્પિતવ્રુક્ષો ની એક અલગ જાતિ છે. આ જાતિના સદસ્ય ઓસ્ટ્રેલિયાના પુષ્પિત વ્રુક્ષોમાં મુખ્ય છે. નીલગિરી ની 700થી વધુ પ્રજાતિઓમાંથી મોટા ભાગની ઓસ્ટ્રેલિયન મૂળની છે, અને એમાંથી બહુ જ નાની સંખ્યામાં ન્યુ ગિની અને ઇન્ડોનેશિયાની આસપાસના ક્ષેત્રો અને સુદૂર ઉતરમાં ફિલિપાઈન દ્વીપસમૂહોમાં જોવા મળે છે. ફક્ત 15 પ્રજાતિઓ ઓસ્ટ્રેલિયાની બહાર જોવા મળે છે ,અને ફક્ત 9 ઓસ્ટ્રેલિયામાં નથી હોતી.તેની પ્રજાતિઓ અમેરિકા ,યુરોપ, આફ્રિકા, ભૂમધ્યસાગરીય બેસિન, મધ્ય-પૂર્વ, ચીન અને ભારતીય ઉપમહાદ્વીપ સહિત સમગ્ર ઉષ્ણકટીબંધીય અને ઉપઉષ્ણકટીબંધીય ક્ષેત્રમાં ઉગાડવામાં આવે છે.

       નીલગીરીની ત્રણ જાતિઓ છે. યુકેલિપ્ટસ, કોરિંબિયાં અને એંગોફોરા. એક પરિપક્વ નીલગિરી એક નીચી ઝાડીનું કે ખૂબ વિશાળ વૃક્ષનુ રૂપ લઇ શકે છે. મર્ટલ  કુળના અન્ય સભ્યોની જેમ,નીલગિરી ના પર્ણો તૈલીય ગ્રંથિઓથી આવરિત હોય છે. પુષ્કળ તેલ ઉત્પન્ન કરવું એ આ જાતિની અગત્યની લાક્ષણિકતા છે. વિવિધ પુષ્પો અને ફળ હોય છે. પુષ્પોને અસંખ્ય રુંવાટીવાળા પુંકેસર હોય છે જે સફેદ,પીળાશ પડતો સફેદ એક ગુલાબી હોઈ શકે છે.નીલગિરી ના પર્ણોમાંથી નીકળતું તીવ્ર ગંધવાળું તેલ શક્તિશાળી કુદરતી કીટનાશકો છે અને તેની વધુ માત્રા ઝેરી હોઈ શકે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia