વિશ્વ સ્વાસ્થ્ય
દિવસ
વિશ્વ સ્વાસ્થ્ય દિવસ (world health day) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના આશ્રય હેઠળ દર
વર્ષે તેના સ્થાપના દિવસ ૭ એપ્રિલના વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તેનો હેતુ
વિશ્વના લોકોને આરોગ્ય પ્રતિ જાગૃત કરવાનો છે. WHO ની સ્થાપના ૭ એપ્રિલ ૧૯૪૮માં કરવામાં આવી હતી.
આથી દર વર્ષે ૭ એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે.વિશ્વ સ્વાસ્થ્ય
દિવસ ઉજવવાની શરૂઆત ૧૯૫૦ થી થઇ હતી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં ૧૯૩
સદસ્ય દેશો છે. તેનું વડુંમથક જીનીવામાં આવે છે. ભારત પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો
એક સદસ્ય દેશ છે અને તેનું ભારતીય વડુંમથક ભારતની રાજધાની દિલ્લીમાં આવેલ છે. દર
વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા દ્વારા જુદી-જુદી થીમ પર આરોગ્ય દિન ઉજવવામાં આવે
છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વર્ષે ૨૦૧૬માં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ માટે
ડાયાબિટીસને પોતાની થીમ બનાવી છે. આ થીમને અનુરૂપ તેઓ ડાયાબિટીસના દર્દીઓને જાગૃત
કરવાની દિશામાં કાર્ય કરશે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia