નદીની રેતમાં રમતું નગર
મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ
ઉપર મળે ન મળે.
આદિલ મન્સૂરી એક પ્રસિદ્ધ
કવિ, નાટકકાર અને
સુલેખક છે. તેમણે ગુજરાતી,
હિન્દી અને
ઉર્દુમાં લખ્યું છે.
આદિલ મન્સૂરીનાં નામથી
પ્રખ્યાત ફકીરમોહમ્મદ ગુલામનબી મન્સૂરીનો જન્મ અમદાવાદમાં 18 મે 1936માં થયો હતો.
તેમણે પ્રાથમિક શિક્ષણ રાયચંદ ટ્રેનિંગ કોલેજ - અમદાવાદ તેમજ માધ્યમિક શિક્ષણ જીએલ
ન્યુ ઈંગ્લિસ અમદાવાદ અને મહાનગર હાઇસ્કુલ, કરાચીથી પૂર્ણ કર્યું.
મન્સૂરી એ પોતાનો
મોટાભાગનો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. તેઓનું બાળપણ સંઘર્ષમય હતું. દેશ
વિભાજનનાં સમયે તેમનાં પિતા કરાચી જવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ વતન પાછા
ફર્યા હતા. અમદાવાદમાં પરત આવ્યા બાદ તેઓ ગુજરાતી ભાષામાં લખાણો, કવિતાઓ અને નાટક
લખવાની શરૂઆત કરી હતી.
તેમણે ગઝલનાં પ્રયોગાત્મક
રૂપમાં દિલચસ્પી હતી. વળાંક, પગરવ, સતત તેમનાં ગઝલસંગ્રહો છે.
તેઓ ગતિશીલ શબ્દચિત્રોથી મંડિત લાંબા-ટુંકા, છાંદસ-અછાંદસ કાવ્યો અને કેટલાંક ચોટદાર
મુક્તકો પણ આપ્યાં છે. આદિલ મન્સૂરી ન માત્ર શાયર હતા, સાથોસાથ એક સારા
ચિત્રકાર પણ હતા અને કેલીગ્રાફીમાં નિપૂર્ણ હતા.
1998માં કલાપી પુરસ્કાર અને 2008માં તેમને વલી
પુરસ્કાર પ્રાપ્ત થયેલો હતો. 72 વર્ષની ઉંમરે ન્યુજર્સીમાં તેઓનું 6 નવેમ્બર 2008નાં રોજ અવસાન
થયું હતું.
સૌજન્ય : gujaratsamachar