સહારા એક અરબી શબ્દ છે, જેમનો અર્થ
મરુસ્થલ એવો થાય છે. હાલનાં થોડા સમય જ પહેલા અહીં બરફવર્ષા થઈ હતી. સહારાનાં
પ્રવેશદ્વાર તરીકે ગણતાં ઉત્તર અલ્જીરિયાનાં લાલ રેતીવાળા રણ પર બરફની સફેદ ચાદર
ચડી ગઈ હતી. 40 વર્ષનાં
ઈતિહાસમાં અહીં ત્રીજી વાર આવો નજારો જોવા મળ્યો હતો. 38 વર્ષ પહેલાં
અમુક કલાક જ હિમવર્ષા થઈ હતી પરંતુ આ વખતે અહીં પૂરો એક દિવસ હિમવર્ષા જોવા મળી
હતી. આ ઘટના સૌ પ્રથમ અલ્જીરિયા અને સેફરા શહેરમાં 18 ફ્રેબ્રુઆરી 1979માં જોવા મળી હતી. ત્યારબાદ 2016 અને 2017માં જોવા મળી
હતી. અને સામાન્ય રીતે ગરમીનો સામનો કરતાં લોકોને પણ ઠંડીનો અહેસાસ કરવા મળ્યો
હતો.
આ રણમાં માણસો અને જીવોને
જીવન જીવવા માટે પાણી તો શું એક ઝાડ પણ જોવા મળતું નથી. અહીં વસતાં અમુક જીવો
સવારનાં સમયે પડતાં ઝાકળનાં પાણીનું બુંદ, જે કોઈ ઘાસ પર ચોટ્યું હોય તેનાં વડે પૂરો દિવસ
પસાર કરતાં હોય છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો સહારાનાં રણમાં 15,000 વર્ષ બાદ
હરિયાળી આવશે.
દુનિયાનાં સૌથી ગરમ સ્થળ
સહારાનું રણ ગણાય છે. આજથી આશરે 5થી 10,000 વર્ષ પૂર્વે આ
સ્થળ ખુબ જ હર્યુંભર્યું મનાતું હતું અને અહીં ખુબ જ વરસાદ પડતો હતો.આજની તુલનામાં
આ રણ 10 ગણું હરિયાળું
હતું. હમણાં અહીં આશરે 4થી 6 ઈંચ જ વરસાદ થાય
છે પરંતુ પહેલા અહીં વરસાદનો રેકોર્ડ હતો. આ સિવાય છેલ્લા 100 વર્ષ દરમિયાન
સહારા રણનો વિસ્તાર 9 લાખ વર્ગ
કિલોમીટર ક્ષેત્રફળ જેટલો વધી ગયો છે. આ ઘટના માટે વૈજ્ઞાનિકો ગ્લોબલ વોર્મિંગને
જવાબદાર ઠેરવી રહ્યા છે.
પુરાતત્વીય પુરાવાનાં
આધારે અહીં ગ્રીનયુગમાં માનવો રહેતાં હતાં. પછી 1,000થી 8,000 પહેલા માનવો અહીંથી જતા રહ્યા હતા. સૌથી
ચોંકાવનારી વાત એ છે કે 1000 વર્ષ બાદ જે
લોકો રહેવા આવ્યાં હતા તે પહેલાં કરતા અલગ હતા. પહેલા આવેલાં લોકો શિકારી હતા, જયારે પાછા ફરીને
આવેલાં માનવો પશુ-પાલકો હતાં.
સૌજન્ય : gujaratsamachar