દાડમનું સ્થળાંતર ઈરાકથી
ભારતમાં થયું. ભારતમાં દાડમની ખેતી મહારાષ્ટ્ર, ગુજરાત, કર્નાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ તથા રાજસ્થાનમાં થાય છે. પુરા ભારતમાં
5 થી 15 ફીટનાં છોડ અને
મધ્યમ કદનાં વૃક્ષો થાય છે. આમ તો કુદરતે આપણને અનેક ઉત્તમ ઔષધીય ફળો ભેટમાં
આપ્યા. આમાંનાં જ એક ગુણકારી ફળ એટલે ‘દાડમ’. માત્ર દાડમનું ફળ જ નહી તેમનાં ઝાડનાં તમામ
ભાગો ગુણોથી ભરપુર છે.
સ્વાદાનુસાર દાડમ મીઠા, ખાટાં અને
ખાટામીઠા એમ ત્રણ પ્રકાર છે. ખાટાં દાડમ પિત્ત કરનાર, વાત-કફનાશક અને
રક્તપિત્તકારક અને ખાટામીઠા દાડમ ભૂખવર્ધક પચવામાં હળવાં, વાત-પિત્તનાશક
તથા લૂ, તૃષા અને ઝાડા
મટાડનાર છે, જયારે મીઠાં દાડમ
પચવામાં હળવાં, ત્રિદોષનાશક, કબજિયાત કરનાર, મધુર અને તૂરાં, બળવર્ધક, ભૂખ લગાડનાર તેમજ
હૃદયરોગ, દાહ, તાવ, કૃમિ, ઊલટી તથા કંઠરોગ
મટાડનાર હોય છે.
દાડમનો રસ લેપ્રોસીનાં
દર્દી માટે ઉપયોગી સાબિત થાય છે. દાડમની છાલ ઝાડા અને ઉલટી માટે દવા તરીકે વપરાય
છે.
ખૂબ ઉધરસ થઈ ગઈ હોય
ત્યારે દાડમ છોલીને તેમનાં પર સઘવ તથા કાળા મરીનો ભૂકો ભભરાવી દિવસમાં બે દાડમ
ખાઓ.
વારંવાર નસકોરી ફૂટે
ત્યારે રાહત માટે દાડમનાં ફૂલને છુંદીને તેમનાં રસમાં બે-બે ટીપાં નાકમાં નાખવા.
દાડમનાં દાણાનો રસ કાઢી
તેમાં જાયફળ, લવિંગ અને
સુંઠનાં થોડાં ચૂર્ણમાં મધ મેળવી પીવાથી સંગ્રહણી માટે છે.
દાડમની છાલનો અથવા તેમનાં
છોડ કે મૂળની છાલનો ઉકાળો કરી તેમાં તલનું તેલ નાખી ત્રણ દિવસ સુધી પીવું; જેથી પેટમાંનાં
કૃમિ નીકળી જાય છે.
આ સાથે સાથે સ્કીન ટોન
સુધારવા, મગજ તંદુરસ્ત
બનાવવા અને કીડનીનાં કાર્યની ક્ષમતા વધારવા જેવાં અનેક ફાયદાઓ છે. વિટામિનનો પણ
સારામાં સારો સ્ત્રોત છે.
ભૂખ ન લાગતી હોય કે ખાવા
પ્રત્યે અરૂચિ હોય તો દાડમ ઉત્તમ ઉપાય છે.
પીસેલા દાડમનાં પાનને
શરીરનાં બળેલા ભાગ પર લગાવવાથી બળતરા ઝડપથી ઓછી થાય છે તેમજ દુખાવામાં પણ આરામ મળે
છે.
એવું માનવામાં આવે છે કે
દાડમનાં સેવનથી લોહીની ઉણપ દૂર થાય છે અને તે કારણે હૃદય માટે પણ લાભદાયક રહે છે.
સૌજન્ય : gujaratsamachar