આવકવેરો એ આવક
અને સંપત્તિ ઉપર વેરો વસુલવાની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા પુરાતન કાળથી ચાલી આવે છે.
ફક્ત સમય અનુસાર તેમના સ્વરૂપમાં ફેરફાર થતો જોવા મળે છે. સરકાર પોતાનાં સંરક્ષણ
તથા નાગરિક સુવિધાઓનાં ખર્ચને પહોચી વળવા વિવિધ સ્વરૂપે કરવેરા ઉઘરાવતી હોય છે; જેમાંનો આવકવેરો
પણ એક છે. સર્વપ્રથમ ભારતમાં આવકવેરા વિભાગની શરૂઆત 1922માં થઈ અને
ત્યારથી આવકવેરા ધારો-1922 અમલમાં આવ્યો.
ત્યારપછી સમય અનુસાર તેમાં ફેરફાર થતાં રહ્યાં.
આ વાત થઈ વેરાની પરંતુ આ
વિભાગની એક જાણીતી સેવા એટલે પાનકાર્ડ. PAN CARD એટલે (Permanent Account Number) જે 10 આકડાઓનો બનેલો
હોય છે. આ કાર્ડ અંગેની સમજ આ પ્રમાણે છે.
- પાનકાર્ડનાં સર્વપ્રથમ 3 અક્ષરો એ આલ્ફાબેટિક શ્રેણી દર્શાવે છે; જે AAAથી શરૂ કરીને ZZZ સુધી હોય છે.
- આ પછી 4 અક્ષર પાનકાર્ડ ધારકનો વર્ગ દર્શાવે છે. જેમકે,
1. વ્યક્તિ માટે – P (for inividual
2. પેઢી માટે – F (for firm)
3. કંપની માટે – C (for company)
4. હિંદુ અવિભક્ત
કુટુંબ માટે – H (for
H.U.F.)
5. વ્યક્તિઓનાં મંડળ
માટે – A (for A.O.P.)
6. ટ્રસ્ટ માટે – T (for Trust) વગેરે
- પાંચમો અક્ષર કાર્ડ ધારકના છેલ્લા નામ અથવા તો અટકનો પ્રથમ મૂળાક્ષર હોય છે.
ત્યારપછીનાં ત્રણ આંકડા 0001થી 9999ની શ્રેણીમાંનો
એક નંબર હોય છે.
- છેલ્લો મૂળાક્ષર આલ્ફાબેટિક ચેક ડિજિટ હોય છે.
1 જાન્યુઆરી 2005થી આવકવેરાનાં તમામ રીટર્ન ભરવા માટે પાન નંબર
લખવો અનિવાર્ય છે. કોઈ પણ નવું બેંક ખાતું ખોલાવતી વખતે આ કાર્ડની નકલ જોડવી જરૂરી
છે. આ સિવાય નીચેનાં વ્યવહારો માટે પણ પાન નંબર ફરજીયાત છે.
સૌજન્ય : gujaratsamachar