Republic Day - 2019

25 December 2018

પહેલી ભારતીય ફિલ્મ “રાજા હરિશ્ચન્દ્ર”




દાદા સાહેબ ફાળકે દ્વારા નિર્મિત તથા સન ૧૯૧૩માં પ્રદર્શિત ફિલ્મ રાજા હરિશ્ચન્દ્રને ભારતની પહેલી ફીચર ફિલ્મનો શ્રેય મળ્યો. રાજા હરિશ્ચન્દ્રચાર રીલોની લંબાઈ વાળી એક મૂક ફિલ્મ હિંદુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણિત ધર્મપ્રાણ રાજા હરિશ્ચન્દ્રની કથા પર આધારિત છે. તેઓ ફિલ્મ બનાવવાની કળા ઈંગ્લેન્ડમાં રહી શીખી હતી.

ભારત આવવાં પર દાદા સાહેબ રાજા હરિશ્ચન્દ્રફિલ્મ બનાવવાનું શરૂ કર્યું પરંતુ એ જમાનામાં ફિલ્મ બનાવી આસાન ન હતી કારણ કે લોકો ફિલ્મને અંગ્રેજોનાં જાદુ-ટોણા સમજતાં હતાં. ફિલ્મ માટે કોઈ પણ રીતે પુરુષ કલાકાર મળી જતાં પરંતુ મહિલા કલાકાર ન મળતી કારણ કે મહિલાઓને નાટક, ફિલ્મો વગેરે કામ માટે વર્જિત માનવામાં આવતાં. જયારે તારામતીનાં રોલ માટે મહિલા કલાકાર ન મળી તો તેઓ મજબુરીથી યુવક સાલુંકેથી આ ભૂમિકા કરાવી.

આ ફિલ્મનાં નિર્માણ સમયે અનેક બાધા આવી પરંતુ તેઓ અડગ રહી પોતાની ફિલ્મ બનાવવામાં સફળતા મેળવી અને ૩ મેં ૧૯૧૩માં ફિલ્મ પ્રદર્શિત થઈ. ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ દાદા સાહેબ એક ફિલ્મ નિર્માણનાં રૂપમાં સ્થાપિત થઈ ગયાં અને ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે નવો રસ્તો ખુલી ગયો.

ઉલ્લેખનીય છે કે દાદા સાહેબ ફાળકેનું અસલી નામ ઘુંડીરાજ ગોવિંદ ફાળકેહતું અને તેમને ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં પિતામહ માનવામાં આવે છે. આજે ભારત સરકાર દ્વારા ફિલ્મ નિર્માણનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ યોગદાનકર્તાને દાદા સાહેબ ફાળકેસમ્માન દ્વારા નવાજવામાં આવે છે, જે આ ક્ષેત્રનું સર્વોચ્ય સમ્માન છે.
સૌજન્ય : gujaratsamachar