➤ કમ્પ્યુટરની શોધ
કોણે કરી?
ઈ.સ. 1822માં અગ્રેજ ગણિતજ્ઞ
ચાર્લ્સ બેબેજે વરાળથી ચાલતા કમ્પ્યુટરની શોધ કરી હતી. જો કે તે સમયમાં આ ગણનયંત્ર
બનાવવા માટે ન તો ટેકનોલોજી ઉપલબ્ધ હતી કે ન પૈસા. ઈ.સ. 1946માં અમેરિકામાં
જહોન એર્કેટ અને જહોન મેક્લીએ વિદ્યુત સંચાલિત કમ્પ્યુટર બનાવ્યું. પેનસિલવેનિયા
વિશ્વ વિદ્યાલયની અંદર આ કમ્પ્યુટરે આખો એક ઓરડો રોકી લીધો હતો. શું તમે જાણો છો
કે વિશ્વમાં સૌથી શક્તિશાળી અને ઝડપી કમ્પ્યુટરને સુપર કમ્પ્યુટર કહે છે. જે ગણતરી
કરવામાં કેલ્ક્યુલેટર ૧૦ વર્ષ લગાડે તે ગણતરી આ કમ્પ્યુટર એક સેકન્ડમાં કરી નાખે
છે.
➤ સૌપ્રથમ પર્સનલ
કમ્પ્યુટર ક્યારે બનાવવામાં આવ્યું?
સૌપ્રથમ પર્સનલ કમ્પ્યુટર
ઈ.સ.૧૯૭૦માં બનાવવામાં આવ્યું. ઈ.સ.૧૯૭૭માં અમેરિકાના સ્ટીવ જોબ્સ અને સ્ટીવ
વોઝનાઈકે સૌપ્રથમ પર્સનલ કમ્પ્યુટર બનાવ્યું. તેમના એપલ - 2 કમ્પ્યુટરમાં
રંગીન પડદો હતો અને કીબોર્ડ બોક્સમાં બનાવેલ હતું. આજના પર્સનલ કમ્પ્યુટર એક સાથે
ઘણી બધી પ્રક્રિયાઓ કરી શકે છે.
➤ કમ્પ્યુટર કેવી
રીતે કામ કરે છે?
વિદ્યુત સંચાલિત
કમ્પ્યુટર ખુબ જ ઝડપથી માહિતીનું વિશ્લેષણ કરે છે જે શબ્દો, આંકડા, ચિત્રો અથવા
ધ્વનિ સ્વરૂપે હોય છે. તેઓ પોતાનું કામ તેમાં રહેલા સોફટવેર પ્રોગ્રામ મુજબ કરે
છે. કમ્પ્યુટરનું હ્રદય એટલે તેની હાર્ડડિસ્ક. તેમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
અથવા સીપીયુનો સમાવેશ થાય છે જે પર્સનલ કમ્પ્યુટરના દરેક કામને નિયંત્રિત કરે છે.
સીપીયુ એક માઈક્રોપ્રોસેસર છે - નાનીચિપ જે સિલિકોનની બનેલ છે તથા તેનાં પર ઘણી
બધી સર્કિટ આવેલી હોય છે. આ માહિતીનો સંગ્રહ અને વિશ્લેષણ તેમાં રહેલ રેમ દ્વારા
કરવામાં આવે છે.
સૌજન્ય : gujaratsamachar