ભારતમાં બ્રિટીશરોનાં
રાજનાં સમયે બ્રિટીશ ઈસાઈઓ હિંદુધર્મની કડવી નિંદા કરી હિંદુઓને ઈસાઈ મતમાં
મતાંતરિત કરવાનાં અભિયાનમાં પરોવાઈ ગયાં હતાં. હિંદુ સંતની નિંદા કરવાં તર્ક આપ્યો
કે ફક્ત આત્મમોક્ષની તપસ્યા કરે છે; તેનાથી સમાજને શું મળે છે? આવો ઢોલ પીટનારને
જવાબ આપવાનો વિચાર સ્વામી રામકૃષ્ણ પરમહંસનાં શિષ્ય સ્વામી વિવેકાનંદે કર્યો અને
કહ્યું કે ‘જે ગરીબ, નબળાં અને
બીમારમાં શિવનાં દર્શન કરે છે, તેઓ જ સાચાં અર્થમાં શિવની પૂજા કરે છે. ‘આત્મનો
મોક્ષાર્થમ્-જગત્ હિતાય’નાં ધ્યેયને લઈને
૧૮૯૭માં રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ.
જાતિ, પંથ મતની દીવાલો
તોડી રામકૃષ્ણ મિશને સર્વપ્રથમ સમરસતાનો ઉદ્ઘોષ કર્યો. મુસ્લિમ હોય, ઈસાઈ હોય કે
હિંદુ - દરેકને આ મઠ દિક્ષા આપી. પરંતુ આ બધા માટે એક અનિવાર્યતા હતી કે ૯ વર્ષ
સુધી હિંદુ ધર્મ અનુસાર યજ્ઞોપવીત ધારણ કરી ચોટી રાખવી અને સાથે જ સમાજનાં દરેક
વર્ગને જોવું. રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ માટે મંદિરમાં પ્રાર્થના અને હોસ્પિટલમાં
રોગીની સેવા માટે કોઈ અંતર ન હતું. આ મિશન જ્ઞાનને કર્મ સાથે જોડ્યું.
સામાજિક સમરસતાનો ઉદ્ઘોષ
તો સ્વયં સ્વામી રામકૃષ્ણ જ કર્યો. તેઓ ઇસ્લામી સિદ્ધાંતોનું અધ્યયન કર્યું, કુરાન અનુસાર
કેટલાંય દિવસો નમાજ પઢી. ઈસાનો વિચાર પણ ગ્રહણ કર્યો. અને પછીથી નિષ્કર્ષ રૂપમાં
સનાતન ધર્મનો મૂળ ‘એકમ્સદ્ વિપ્રા
બહુધા વદન્તિ’નો સાક્ષાત
લોકોને કરાવ્યો. તેમનાં ઈસાઈ અને મુસલમાન અનુયાયીઓ પણ બધાને સનાતન હિન્દુધર્મનાં
મૂળ સિદ્ધાંતો પર ચાલી જ્ઞાન સાથે કર્મને અપનાવ્યું. સમાજ સેવાનાં વિભિન્ન
ક્ષેત્રોમસ રામકૃષ્ણ મિશને હાથ વધાર્યો.
સૌજન્ય : gujaratsamachar