➤ સબમરીનની શોધ ક્યારે થઇ હતી?
ઈ.સ. 1624માં ઈંગ્લેન્ડના
રાજા જેન્સ પહેલા માટે સૌપ્રથમ સબમરીનની શોધ થઇ હતી. આ પાણીની અંદર તરતી હોડીની
શોધ ડચના કોર્નેલીઅસ દેબેલે બનાવી હતી. જે લાકડાંની બનેલ હતી અને તેનાં પર પાણીના
પ્રતિકારક ચામડીનું આવરણ ચડાવેલ હતું. આ સબમરીન 12 ખલાસીઓ દ્વારા ચલાવી શકાતી હતી. તેઓ સબમરીનની
અંદર બેસતા અને હલેસાં વડે આ રચનાને થેમ્સ નદીમાં ચલાવતા. વાયુમુક્ત ટ્યુબની
રચનાના કારણે આ સબમરીન કેટલાંક કલાકો માટે પાણીની અંદર રહેલી હતી.
➤ સબમરીન કોના દ્વારા ચાલે છે?
સૌપ્રથમ આધુનિક સૈન્ય
માટેની સબમરીન ડીઝલ અને ઇલેક્ટ્રિક એન્જીન દ્વારા ચાલતી. ઈ.સ. ૧૯૦૧માં જહોન પિ.
હોલેન્ડે તેની શોધ કરી હતી. આજે પણ ઘણી સબમરીન આ રીતે જ ચાલે છે. જયારે સબમરીન
પાણીની સપાટી ઉપર ચાલતી હોય ત્યારે ડીઝલ દ્વારા પ્રોપેલર ચલાવવામાં આવે છે જે
સબમરીનને પાણીની અંદર તરફ ધકેલે છે. પાણીની અંદર સબમરીન ઇલેક્ટ્રિક એન્જીન દ્વારા
ચલાવવામાં આવે છે. ઈ.સ. ૧૯૫૪માંથી ઘણી સબમરીન આણ્વિક એન્જીન ઉપર પણ ચલાવવામાં આવે
છે. આ સબમરીન મહિનાઓ સુધી પાણીની નીચે રહી શકે છે અને તેને બળતણ માટે ઉપર આવવું
પડતું નથી.
➤ સબમરીન કેવી રીતે કામ કરે છે?
આજની સબમરીન મજબૂત સ્ટીલ
ધાતુમાંથી બનાવવામાં આવે છે જે દરિયાના ખુબ ઊંચા દબાણને તે સહન કરી શકે છે. તેની
બંને તરફ આવેલી ટાંકીમાં પાણી ભરીને પોતાનું વજન વધારીને સબમરીન પાણીમાં અંદર ઉતરી
શકે છે. જયારે સબમરીનને સપાટીની ઉપર આવવું હોય ત્યારે તેમાં હવાના દબાણ દ્વારા
પાણીને કાઢવામાં આવે છે અને ટાંકીને હવાથી ભરી દેવામાં આવે છે. સબમરીન મુખ્યત્વે
બે કે ત્રણ વિભાગમાં વિભાજિત હોય છે જેમાં ઘણા ઓરડાઓ હોય છે. જો મુખ્ય સબમરીનમાં
કોઈ જગ્યાએ લીકેજ થાય તો આ મુખ્ય ભાગને જરૂર પ્રમાણે સીલ કરી શકાય છે.
સૌજન્ય : gujaratsamachar