આવો જાણીએ ....
વેદ કથા !
વેદ એ બધાં શાસ્ત્રોનું મૂળ છે. વેદ એ ફક્ત
હિંદુ સંસ્કૃતિનો જ કે આપણા દેશનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ
છે. વેદોમાં જીવનના ગૂઢ રહસ્યો છુપાયેલા છે. તે મૂળરૂપે વિચારોના ગ્રંથ છે. માટે જ
તેને આર્ય સંસ્કૃતિના ગ્રંથ ગણવામાં આવે છે. વેદ જ્ઞાનનો ભંડાર છે,તેમજ
સર્વશક્તિમાન ઈશ્વર દ્વારા અપાયેલું જ્ઞાન છે. વિજ્ઞાન હોય કે ખગોળ શાસ્ત્ર, યજ્ઞવિધિ કે
દેવતાઓની સ્તુતિ બધું જ ચાર વેદોમાં પ્રાપ્ય છે. અમેરિકાની ખ્યાતનામ ખગોળસંસ્થા
નાસાએ પણ વેદોમાં સમાવિષ્ટ જ્ઞાનને પ્રામાણિત માન્યું છે.
વેદોને ચાર ભાગમાં
વહેંચવામાં આવ્યાં છે.
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ , અથર્વવેદ.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia