Republic Day - 2019

25 December 2018

એન્ડ્રોઈડ


આવો જાણીએ એન્ડ્રોઈડ શું છે?


        એન્ડ્રોઈડ દુનિયાના મોબાઈલ ફોનમાં સૌથી વધુ પ્રગતિ કરતી ઓપરેટીંગ સિસ્ટમ છે. સેલફોન, ટેબલેટ અને ટચસ્ક્રીનવાળા સ્માર્ટફોન માટે તેને ડીઝાઈન કરવામાં આવ્યું છે. એન્ડ્રોઈડ પર આધારિત આજકાલ કાર,  ટીવી, અને કાંડા-ઘડિયાળો પણ આવી રહ્યાં છે. આ એન્ડ્રોઈડને ગુગલ દ્વારા ડેવલોપ કરવામાં આવી છે. તમામ અપડેટ પણ તેના દ્વારા જ કરવામાં આવે છે. એન્ડ્રોઈડ ગુગલનું સાથીદાર છે. ગુગલ વિના દુનિયામાં ઈન્ટરનેટની કલ્પના મુશ્કેલ છે. ૨૦૦૩માં અમેરિકામાં પાઓલો અલ્ટ્રોમાં એન્ડી રુબીન, રિચ માઈનલ, અને ક્રીસ વ્હાઈટે મળીને એન્ડ્રોઈડની સ્થાપના કરી હતી. તેના દરેક વર્ઝનનું નામ મિઠાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે આલ્ફાબેટીકલ ઓર્ડરમાં આગળ વધી રહ્યા છે.
એન્ડ્રોઈડની સૌથી મોટી ખાસિયત એ છે તેમાં તમારી જરૂરિયાત મુજબ કોઈપણ ફેરફાર કરી શકો છો. જેથી કરીને પ્રોગ્રામર અને ડેવલોપરને એન્ડ્રોઈડ માટે એપ્લીકેશન બનાવવામાં સરળતા રહે છે. આ ખાસિયત બીજા કોઈ ઓપરેટીંગ સિસ્ટમમાં નથી મળતી. 
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia