ભેડાઘાટ -
ધુંઆધાર ધોધ
મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે વસેલું
જબલપુર શહેર પ્રવાસન સ્થળની દૃષ્ટિએ ખુબ મહત્વનું છે. જબલપુર જિલ્લામાં સ્થિત
ભેડાઘાટમાં સંગેમરમરની ટેકરીઓ જોવા મળે છે. તેથી તેને સંગેમરમર શહેર પણ કહેવાય છે.
નર્મદા નદી અમરકંટકમાંથી નીકળ્યા પછી જબલપુરમાં ભેડાઘાટમાં મોટા ધોધરૂપે પડે છે, જે ખુબ જ મનોહર
લાગે છે. પાણીના પડવાથી ધુમ્મસ જેવી રચના થાય છે. તેથી આ પ્રખ્યાત ધોધ ધુંઆધાર
નામે જાણીતો છે. અહીં નર્મદા નદીના સાચા દર્શન થતા હોય એવું લાગે છે. ધોધ સ્વરૂપે
પડતી નર્મદા નદીની વિરાટ શક્તિ, તેનો પ્રવાહ જોતા મન પ્રફુલ્લિત થઈ જાય છે. તેની ગર્જના
દુરથી પણ સંભળાય છે. અહીં આરસ કોતરણીની અદભુત કારીગરી જોવા મળે છે. ચાંદની રાતમાં
સફેદ આરસનો રમણીય નઝારાનો આનંદ માણવા માટે અહીં બોટની સુવિધા પણ છે.
ભેડાઘાટની વિશેષતા એ છે કે અહીં નર્મદા
નદીના બંને કિનારા પર સંગેમરમરની સો ફૂટ ઊંચી ખડકો આવેલી છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia