95% ટકા પાણીથી બનેલ માછલી !!!!!
આ માછલીનો સમાવેશ ક્નીદારિયા(Cnidaria) સમુદાયમાં થાય
છે. મુક્ત રીતે તરતું આ દરિયાઈ પ્રાણી છત્ર આકારની ચીકણી બેલ(bell) છત્રી તથા પાછળ
પૂછડીયો ધરાવે છે.
આ બેલ પ્રચલન માટે ધબકે
છે અને ડંખવાળું અંગ શિકાર કરવા માટે ઉપયોગી બને છે.
જેલી ફિશ દરેક સમુદ્રમાં
ઊંડી જગ્યા પર જોવા મળે છે. જેલી ફિશ દરિયામાં ઓછામાં ઓછા 500 મિલિયન વર્ષોથી
જોવા મળે છે. જેલી ફીશનું હલનચલન નિયંત્રિત હોય છે પરંતુ તે તેમના હાઇડ્રોસ્ટેટિક હાડપિંજરનો ઉપયોગ કરી
શરીરના સંકોચન-ધબકારા દ્વારા બેલ જેવા શરીર મારફતે ખોરાકની શોધખોળ કરી શકે છે.
મોટા ભાગે કેટલીક પ્રજાતિઓ સક્રિય હોય છે જેમનું તરવાનું ચાલુ જ રહે છે જયારે અમુક
નિષ્ક્રિય હોય છે.
પ્રજાતિને આધારે અમુક માછલીનું શરીર 95% અથવા 98% જેટલા પાણીથી
બનેલું હોય છે.તેમના શરીર પર રહેલું છત્ર ચીકણા પદાર્થથી બનેલું હોય છે, આ રક્ષણાત્મક
ત્વચા બે પડથી બનેલી હોય છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia