ગીર
ગુજરાતમાં આવેલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર
અભયારણ્ય ‘ગીરનું જંગલ’ કે ‘સાસણ ગીર’ તરીકે પણ ઓળખાય
છે, જે કુલ ૧૪૧૨ ચો.
કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની સ્થાપના ૧૯૬૫માં થઇ હતી. આ એશિયાઇ
સિંહનું એકમાત્ર રહેઠાણ છે તેમજ તેને અતિમહત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાનમાં
લેવાયેલ છે. જુનાગઢના નવાબે ૧૯૦૦ની શરૂઆતમાં જ ગીરનાં જંગલ વિસ્તાર અને તેનાં
સિંહોને ‘રક્ષિત’ જાહેર કર્યા, જે પહેલ સિંહોનાં
રક્ષણમાં ખુબ મદદરૂપ બની કારણ કે તેમની વસ્તી શિકારની પ્રવૃતિના કારણે ફક્ત ૧૫
જેટલી જ રહી હતી.
અહીં શિયાળા અને ઉનાળાની બે ઋતુ સિવાય
ગીરમાં ઉષ્ણકટિબંધીય ચોમાસું પણ હોય છે. ઉનાળામાં અહીં બહુ ગરમી જોવા મળે છે તેમજ
બપોરે તેમનું તાપમાન ૪૩સે. જેટલું હોય છે અને શિયાળામાં તાપમાન લગભગ ૧૦સે. જેટલું
નીચું આવી જાય છે. અહીં વાર્ષિક વરસાદનો દર ૬૦૦ મી.મી.થી ૧૦૦૦ મી.મી. જેટલો રહે છે.
જો કે અનિયમિત વરસાદના કારણે દુકાળ પડવો અહીંની સામાન્ય બાબત છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia
