કંઝીરંગા ઉદ્યાન
કાગીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમનાં ગોલાઘાટ
અને નાગાંવ જિલ્લામાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત
કરવામાં આવ્યું છે. ૨૦૦૬માં કાઝીરંગાને વાઘ અભયારણ્ય જાહેર કરાયું. સુરક્ષિત
ક્ષેત્રોમાં વસ્તીની સૌથી વધારે ગીચતા પણ ત્યાં જ છે. ભારતીય ગેંડા પ્રજાતિનાં બે
તૃતિયાંશ ગેંડાઓ અહીં વસે છે. આ ઉદ્યાનમાં એશિયાઈ હાથી, પાણીની જંગલી
ભેંસ તેમજ સાબર અહીં વસે છે. ભારતનાં અન્ય અભ્યારણ્યની તુલનામાં કાઝીરંગાએ વન્યજીવ
સંરક્ષણમાં વધુ સફળતા મેળવી છે.
કાઝીરંગા એક ગીચ પહોળા પાંદડાઓ વાળા જંગલો
ક્ષેત્ર છે. ઘણાં પુસ્તકો,
ગીતો અને દસ્તાવેજી
ચિત્રોનો વિષય કાઝીરંગા રહી ચુક્યું છે. ૧૯૦૫માં અભયારણ્ય ઘોષિત ઉદ્યાને ૨૦૦૫માં
૧૦૦મી વર્ષગાંઠ ઉજવી. આ ઉદ્યાન ઘણાં ઠાઠમાઠથી શતાબ્દી ઉજવી, જેમાં બેરોનેસ ઓફ
કર્ઝનનાં વારસદારોએ પણ ભાગ લીધો.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia
