કિરણ બેદી
ડો. કિરણ બેદીનો જન્મ પંજાબનાં અમૃતસર શહેરમાં
૯ ઓગસ્ટ ૧૯૪૯નાં રોજ શ્રીમતી પ્રેમલતા તથા શ્રી પ્રકાશલાલ પેશાવરિયાની ચાર પુત્રી
પૈકી બીજા ક્રમે થયો હતો. તેમનાં માનવીય અને નીડર દ્રષ્ટિકોણથી પોલિસ કાર્યપ્રણાલી
તથા જેલ સુધારણાના અતિ આધુનિક મેદાન સર કરવા માટે મહત્વનું યોગદાન કરી શક્ય છે.
તેમને નિસ્વાર્થ કર્તવ્યપારાયણ માટે શૌર્ય પુરષ્કાર મળવા ઉપરાંત તેમનાં અનેક
કાર્યોને વિશ્વ જગતમાં માન્યતા મળી છે.
વ્યવસાયિક યોગદાન ઉપરાંત તેમના દ્વારા
૧૯૮૮માં નવજ્યોતિ અને ૧૯૯૪માં ઇન્ડિયા વિઝન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી, તેમજ તેઓ વર્તમાન
સમયમાં એની દેખરેખ પણ કરી રહ્યાં છે. આ સંસ્થાઓ દરરોજ હજારો ગરીબ તેમજ અસહાય બાળકો
સુધી પહોચી તેમને પ્રાથમિક શિક્ષણ અને સ્ત્રીઓને પ્રૌઢ શિક્ષણ ઉપલબ્ધ કરાવે છે. ‘નવજ્યોતિ સંસ્થા
નશામુક્તિની સારવાર કરવા સાથે શહેરી વિસ્તારમાં આવેલ ઝૂપડપટ્ટીઓમાં, ગ્રામીણ
ક્ષેત્રોમાં તેમજ જેલની અંદર મહિલાઓને વ્યવસાયિક પ્રશિક્ષણ અને માર્ગદર્શન ઉપલબ્ધ
કરાવે છે. ડો. કિરણ બેદી તથા તેમની સંસ્થાઓને આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓળખ અને
સ્વીકૃતિ પ્રાપ્ત થઇ છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia
