વેલી ઓફ ફ્લાવર્સ
વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાનને
સામાન્ય રીતે ફક્ત ફૂલોની ઘટી કહેવામાં આવે છે, જે ઉત્તરાખંડના હિમાલયી ક્ષેત્રમાં સ્થિત છે. આ
રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત
કરવામાં આવ્યા છે. આ ઉદ્યાન ૮૭.૫૦ ચોરસ કિમી ક્ષેત્રમાં ફેલાયેલ છે. તેમને ૧૯૮૨માં
રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરવામાં આવેલ છે. દંતકથા મુજબ રામાયણ કાળમાં હનુમાન
સંજીવની બૂટીની શોધમાં આ વેલીમાં પધાર્યા હતા.
આ વેલીની શોધ બ્રિટિશ પર્વતારોહક ફ્રેંક
એસ સ્મિથ અને તેમનાં સાથી આર એલ હોલ્ડસવર્થ કરી હતી, જે ઇત્તેફાકથી ૧૯૩૧માં પોતાનાં કામેટ પર્વતનાં
અભિયાનમાંથી પાછાં ફરી રહ્યા હતા. હિમાચ્છાદિત પર્વતથી ઘેરાયેલ અને ફૂલોની ૫૦૦થી
વધારે પ્રજાતિઓથી સજાવેલ આ ક્ષેત્ર બાગ વિશેષજ્ઞ અને ફૂલપ્રેમી માટે આ વિશ્વ
પ્રસિદ્ધ સ્થળ બની ગયું છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia
