મેલેરિયા
મલેરિયા એક વાહક જનિત સંક્રામક રોગ
છે. જે સૌથી પ્રચલિત રોગો માંનો એક રોગ
છે. જે પ્રોટોઝોઅ પરજીવી દ્વારા ફેલાય છે. આ રોગ મુખ્ય અમેરિકા અને આફ્રિકા જેવા
અન્ય દેશોમાં ફેલાયો હતો. મલેરિયા રોગ દરવર્ષે લાખો લોકો માટે જીવલેણ રોગ છે ખાસ
કરીને નાના બાળકો માટે આ રોગ ભયંકર છે. મલેરિયા રોગ પ્લાઝમોડિયમ ગણ ના પ્રોટોઝોઆ
પરજીવીના માધ્યમથી ફેલાય છે. તેના ચાર પ્રકારે પ્લાઝમોડીયમ પરજીવી મનુષ્યને અસર
કરે છે. મલેરિયા શબ્દની ઉત્પતિ મધ્યકાલીન ઇટાલિયન ભાષાના શબ્દ માલા એરિયાથી થઇ છે
જેનો અર્થ ખરાબ હવા. જેને કાદવી તાવ તરીકે જાણવામાં આવતો હતો.
મલેરિયાના પરજીવી વાહક માદા એનોફિલીસ
મચ્છર છે. જે મચ્છરના ડંખ મારતા મલેરિયાના
જીવાણું લાલ રક્ત કોશિકાઓમાં પ્રવેશ કરી વિકાસ પામે છે,અને ચક્કર આવવા,શ્વાસ ફુલાવો
વગેરે લક્ષણ દેખાય છે. તેના સિવાય તાવ, શરદી, ઉબકા વગેરે થાય છે. જેને કારણે મલેરિયા રોગ થાય
છે અને અમુક લોકો મૃત્યુ પામે છે. મલેરિયા રોગ પર પહેલી પહલ ગંભીર વૈજ્ઞાનિક
અધ્યયન ૧૮૮૦માં થયું હતું જયારે એક ફ્રાંસીસી સૈન્ય ચિકિત્સક ચાર્લ્સ લુઈ અલ્ફોંસ
લેવેરન એ અલ્જીરિયામાં કામ કરતા પહેલી વાર લાલ રક્ત કોશીકામાં પરજીવી જોયા ત્યારે
તમને એવું પ્રસ્તાવિત કર્યું હતું કે મલેરિયા રોગનું કારણ પ્રોટોઝોઆ પરજીવી છે. આ
શોધ તેમજ અન્ય શોધના ઉદ્દેશથી ૧૯૦૭માં તેને ચિકિત્સા નોબેલ પુરસ્કાર આપવામાં
આવ્યું હતું.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia
