Republic Day - 2019

24 December 2018

જન્માષ્ટમી


જન્માષ્ટમી


    શ્રીકૃષ્ણ હિંદુ સંસ્કૃતિના અનેક ધર્મો અને સંપ્રદાયોના ભગવાન તરીકે પુજનીય છે અને તેને જગદગુરુ પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કૃષ્ણજન્માષ્ટમી તરીકે ઓળખાય છે. જન્માષ્ટમી ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં વસતા ભારતીયો આનંદ સાથે તેની ઉજવણી કરે છે. જન્માષ્ટમી કૃષ્ણના જન્મદિવસ નિમિતે શ્રાવણ વદ આઠમના દિવસે ભારતભરમાં ખુબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. જેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી એક મહાન અને પવિત્ર તહેવાર છે. જન્માષ્ટમીના દિવસે બધા લોકોનો એક જ સાદ હોય છે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી”.

     શ્રીકૃષ્ણે પોતાનો અવતાર મથુરામાં ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની આઠમના મધરાત્રે અત્યાચારી કંશનો વિનાશ કરવા માટે થયો હતો. ભગવાન કૃષ્ણ સ્વયં જન્માષ્ટમીના દિવસે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો હતો, આથી આ દિવસને કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. જેથી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસરે મથુરા નગરી ભક્તિના રંગોથી ભરપુર હોય છે.  જન્માષ્ટમીના પવિત્ર અવસરે અનેક લોકો દુરથી મથુરા દર્શન માટે આવે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ પારણામાં ઝૂલે છે. જન્માષ્ટમીની રાત્રિએ લોકો શ્રીકૃષ્ણનું ધ્યાન અથવા મંત્ર જાપ કરે છે. શ્રાવણ વદ આઠમની રાત્રિએ નગરો ગોકુળમય બની જાય છે અને ઠેક ઠેકાણે લોકો કનૈયાને વધાવવા અલગ-અલગ કાર્યક્રમો યોજે છે. જેમાં રથયાત્રા, મટકીફોડ, રાસગરબા, કૃષ્ણના ગીતો વગેરે જોવા મળે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia