ઘોરખોદીયુ
ઘોરખોદિયું એક સસ્તન પ્રાણી છે. તેણે
ઘોરખોદિયું, ઘોર ખોદીયું, વેઝુ, બરટોડી, ઘૂરનાર વગેરે
નામથી ઓળખવામાં આવે છે. જે ભારતીય ઉપખંડમાં, દક્ષિણ પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં જોવા મળે
છે. તે એક માંસાહારી પ્રાણી છે. તેનું રહેઠાણ પાનખર જંગલો, ખડકાળ વિસ્તાર
અને નદીનાં કોતરોમાં હોય છે. જે ક્રૂર સ્વભાવ અને જાડી ત્વચાને કારણે અન્ય જાનવર
તેનાથી દુર રહે છે અને અન્ય ક્રૂર પ્રાણી પણ તેના પર ઓછો હુમલો કરે છે. ભારતમાં
ઘોરખોદિયું બધી જગ્યાએ જોવા મળે છે. ઉત્તર ભારતની તળાવો અને નદીઓની ધારમાં ૨૫-૩૦
ફૂટ લાંબો ખાડો બનાવીને રહે છે. તે રીંછ જેવું દેખાય છે અને તિક્ષ્ણ નહોર અને
મજબુત દાંત હોય છે.
ઘોરખોદિયુંના શરીરનો ઉપરનો અડધો ભાગ
સફેદ-રાખોડી અને અર્ધો ભાગ કાળો હોય છે. દરેક પગમાં પાંચ મજબુત નખ હોય છે. જે ખાડો
ખોદવા માટે કામ આવે છે. તે આગળના પગ દ્વારા ખાડો ખોદે છે અને પાછળના પગ દ્વારા
મિટ્ટી દુર ફેંકે છે. તે પોતાના નખ દ્વારા કબર ખોદી અને મડદાં ચોરી ખાય છે.
ઘોરખોદિયું આળસુ હોય છે અને ધીમી ગતિથી
ચાલે છે. તે સર્વભક્ષી છે. ફળ, મધ,
નાના પશુ, પક્ષી જીવડા
વગેરે તેનો ખોરાક છે. આ પ્રાણી કબર ખોદી અને મડદાં ચોરી જતું હોવાની માન્યતાને
કારણે ‘ઘોરખોદિયું’ નામ
પાડવામાં આવ્યું છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia
