Republic Day - 2019

24 December 2018

ધરતીકંપ 2001


ધરતીકંપ 2001


     ૨૦૦૧ ગુજરાત ધરતીકંપ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ ભારતના ૫૨માં પ્રજાસતાક દિવસે સવારે ૮.૪૬ થયું હતું. ધરતીકંપનું મુખ્ય કેન્દ્ર કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી ૯ કિલોમીટર દક્ષિણ પશ્ચિમે હતું. ભૂકંપને કારણે આશરે ૧૩,૮૦૫ થી ૨૦,૦૨૩ની વચ્ચે લોકોનું મૃત્યુ થયું, અને અન્ય ૧૬૭,૦૦૦ લોકો ઘાયલ અને લગભગ ૪,00,000 જેટલા ઘરો નાશ પામ્યા. ગુજરાત ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટો સીમાઓથી ૪૦૦ કિમી અંદર આવેલ છે. પરંતુ પ્લેટોની વચ્ચે સતત સીમા પર અથડામણ થયા કરે છે. કચ્છમાં મૃત્યુનો આંક ૧૨,૩૦૦ હતો. ભુજ શહેર  ભૂકંપના કેન્દ્રથી માત્ર ૨૦ કિમી દૂર હતું, છતાં પણ  મોટાભાગે નાશ પામ્યું  હતું.
      ભચાઉ અને અંજારમાં પણ ભારે નુકસાન થયું હતું ધરતીકંપને કારણે ભૂજના ૪૦ ટકા ઘરો, આઠ શાળાઓ, બે હોસ્પિટલ અને ૪ કિમીનો માર્ગ નાશ પામ્યો હતો. શહેરનું ઐતહાસિક સ્વામિનારાયણ મંદિર, ઐતહાસિક કિલ્લાઓ, પ્રાગ મહેલ અને આઈના મહેલને પણ ભારે નુકશાન થયું હતું. અમદાવાદમાં કેટલીય બહુમાળી ઈમારતોનો નાશ થયો હતો. કચ્છમાં ધરતીકંપને કારણે ૬૦ ટકા ખોરાક અને પાણીનો પુરવઠો નાશ પામ્યો હતો અને આશરે ૨,૫૮,૦૦૦ ઘરો નાશ પામ્યા  હતા, જે જિલ્લાના ૯૦ ટકા ઘર હતા. ભૂજની સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ પણે નાશ પામી હતી. ભારતીય સૈન્ય દ્વારા તાત્કાલિક મદદ પૂરી પડાઈ હતી અને ત્યાર બાદ રેડ ક્રોસ અને રેડ ક્રિસેન્ટ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા મદદ મળી હતી. રેડ ક્રોસની કામચલાઉ હોસ્પિટલ જ્યાં સુધી નવી હોસ્પિટલ બંધાઇ નહી ત્યાં સુધી  ભૂજમાં કાર્યરત રહી હતી.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia