સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ વેદાંતના પ્રખ્યાત અને
પ્રભાવશાળી આધ્યાત્મિક નેતા હતા. તેમનું વાસ્તવિક નામ નરેન્દ્ર નાથ દત્ત હતું.
સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ના કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો
હતો. તેઓને અમેરિકામાં આવેલ શિકાગોમાં ૧૮૯૩માં આયોજિત વિશ્વ ધર્મ પરિષદમાં હિંદુ
ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી જે
હાલમાં તેનું કામ કરી રહી છે. તે રામકૃષ્ણ પરમહંસના લાયક શિષ્ય હતા. તેઓ મુખ્યત્વે
ભાષણની શરૂઆત ‘મેરે ભાઈઓ તથા
બહેનો’ સંબોધન સાથેના
વધારે પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે. તેમના સંબોધનનું પ્રથમ વાક્ય લોકોનું દિલ
જીતી લીધું છે. સ્વામી વિવેકાનન્દનું સૂત્ર એ હતું કે ‘ઉઠો, જગો અને ધ્યેય
પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’.
નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરથી
માંડીને શરૂ કર્યું, પરંતુ ત્યારબાદ
૧૮૭૧માં ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર સંસ્થામાં પ્રવેશ મેળવ્યો અને સન ૧૮૭૯માં તેમણે
પ્રવેશ પરીક્ષા પાસ કરી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેમને શારીરિક કસરત, રમત-ગમત અને અન્ય
સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતા હતા.
૧૮૮૮માં વિવેકાનંદે મઠ છોડ્યો અને પરિવ્રાજક બન્યા. નરેન્દ્રનાથે ભારતના
ચારે ખૂણામાં 5 વર્ષ સુધી
પરિક્રમણ કર્યું, શિક્ષણના મુખ્ય કેન્દ્રોની મુલાકાત લીધી,
સુભાષ ચંદ્ર બોસના જણાવ્યા અનુસાર વિવેકાનંદ ‘આધુનિક ભારતના
ઘડવૈયા છે’ વિવેકાનંદ મહેનતુ
અને સૂત્રાત્મક વ્યાખ્યાન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ૧૨ જાન્યુઆરીએ તેમની
સ્મૃતિમાં તેમના જન્મદિનને ભારતમાં રાષ્ટ્રીય યુવક દિવસ રૂપે મનાવવામાં આવે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia
